Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીએ હુર્રિયત કોન્ફરન્સમાંથી રાજીનામું આપ્યું

કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું રાજીનામું કાશ્મીરનો સૌથી મોટો ઘટનાક્રમ : હુર્રિયતની પ્રવર્તમાન સ્થિતિને જોતા નિર્ણય લીધો હોવાનું ઓડિયો સંદેશમાં કહ્યું, હુર્રિયતના બધા ઘટકને જાણ કરી

શ્રીનગર, તા. ૨૯ : કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની એક ઓડિશો મેસેજ દ્વારા હુર્રિયત કોન્ફરન્સમાંથી રાજીનામું આપી દીધું છે. મેસેજમાં ગિલાનીએ જણાવ્યું છે કે, તેમણે તેમના નિર્ણય અંગે બધાને જાણ કરી દીધી છે. ગયા વર્ષે આર્ટિકલ-૩૭૦ને નાબૂદ કર્યા બાદથી જમ્મુ-કાશ્મીરમાં રાજકીય સ્થિતિ સતત બદલાઈ રહી છે. જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજીત કર્યા બાદથી અલગતાવાદીઓમાં સૌથી મોટું રાજકીય ઘટનાક્રમ છે. ગિલાનીએ સોમવારે ઓડિયો સંદેશમાં જણાવ્યું છે કે, હુર્રિયતની હાલની સ્થિતિને જોઈને મેં નિર્ણય લીધો છે. હુર્રિયતના તમામ ઘટકોને મારા નિર્ણયની જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગિલાની હુર્રિયત કોન્ફરન્સના આજીવન અધ્યક્ષ નિયુક્ત હતા.

          વર્ષ ૨૦૧૦ પછી મોટાભાગનો સમય ઘરમાં નજરકેદ રહ્યા છે. ગિલાનીએ કહ્યું કે પાકિસ્તાનના કબજાયુક્ત કાશ્મીરમાં હુર્રિયત કોન્ફરન્સના સભ્યોની ગતિવિધિઓની પાર્ટી દ્વારા વિવિધ આરોપોની તપાસ કરાઈ રહી છે. બે પેજના પત્રમાં તેમણે લખ્યું કે પ્રતિનિધિઓની ગતિવિધિઓ ત્યાં(પીઓકે) સરકારમાં સામેલ થવા માટે વિધાનસભા અને મંત્રાલયોમાં જવા પુરતી સીમિત કરાઈ હતી. કેટલાક સભ્યોને સસ્પેન્ડ કરાયા, જ્યારે અન્ય પોતાની ખુદની બેઠક કરવા માંડ્યા હતા. ગતિવિધિઓ માટે તમે(ઘટકોને) પોતાના નિર્ણયનું સમર્થન કરવા માટે એક બેઠક આયોજીત કરવા સમર્થન કર્યું. ઉલ્લેખનીય છે કે ગિલાની હુર્રિયત કોન્ફરન્સના કટ્ટર જૂથનું નેતૃત્વ કરી રહ્યા હતા, જ્યારે ઉદારવાદી જૂથનું નેતૃત્વ મૌલવી મીરવાઇઝ ઉમર ફારુક કરી રહ્યા હતા.

(7:51 pm IST)