Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

મહાકાય વ્હેલ દરિયાકિનારે આવી પહોંચી

કલકત્તાઃ પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લામાં મંદારમણિમાં એક વિશાળકાય વ્હેલ સમુદ્ર કિનારે તણાઈને આવી હતી. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ કિનારા પર તણાઈ આવેલી વ્હેલની તપાસ કરવા માટે વન વિભાગની ટીમ આવી. જેમણે વ્હેલને મૃત જાહેર કરી છે. આ વિશાળકાય વ્હેલને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. જયારે ઘટના સ્થળે હાજર મંદારમણીના પોલીસ ઓફિસર અને વન વિભાગની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

(4:17 pm IST)