Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કોંગ્રેસના સભ્યો ઘોડા ગાડી- સાયકલ સાથે જનરલ બોર્ડમાં પહોંચ્યાઃ અનોખુ પ્રદર્શનઃ છ ની અટકાયત

રાજકોટઃ : છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર પેટ્રોલ - ડીઝલનો ભાવ વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. વિપક્ષ કોંગ્રેસ આ અસહ્ય ભાવ વધારાનો સતત વિરોધ કરી રહેલ છે. આજે પણ સવારે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ વોર્ડમાંથી ઘોડા ઉપર બેસીને કોંગી આગેવાનો, કાર્યકરો  નિકળ્યા હતા. તેમજ મ્યુ.કોર્પોરેશનનાં જનરલ બોર્ડમાંં વિપક્ષી નેતા વશરામભાઇ  સાગઠીયા, પુર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા, વિપક્ષનાં ઉપનેતા મનસુખભાઇ કાલરીયા, કોર્પોરેટર વિજય વાંક, ઘનશ્યામ સિંહ, નિલેશ મારૂ, જાગૃતીબેન ડાંગર, સંજય અજુડીયા સહિતનાં કોર્પોરેટરો  ઘોડા ગાડી, સાયકલ સાથે પહોંંચી   પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં અનોખુ પ્રદર્શન કર્યુ હતુ. ત્યારે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતેથી કોર્પોરેટર વિજય વાંક, ઘનશ્યામસિંહ એન. જાડેજા, નિલેશ મારૂ, સંજય અજુડીયા તથા જાગૃતીબેન ડાંગર તથા કોંગી આગેવાન અશોકસિંહ વાઘેલા સહિત ૬ની અટકાયત  કરવામાં આવી હતી. તે વખતની તસ્વીર(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:58 pm IST)