Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ગલવાન ઘાટીમાં રહસ્યમય આગને કારણે થઇ હતી અથડામણ

જનરલ વીકેસિંહે કર્યો મોટો ખુલાસો : ચીની સૈનિકોના ટેન્ટમાં લાગી હતી આગ

નવી દિલ્હી : મોદી સરકારમાં પ્રધાન અને ભૂતપૂર્વ સેનાધ્યક્ષ વી.કે સિંહે ૧૫ જૂન ગલવાન ઘાટીમાં ભારતીય-ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાબતે મોટો ખુલાસો કરતા સૈનિકો વચ્ચે થયેલી હિંસક કહ્યું કે ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે એક રહસ્યમય આગના કારણે હિંસક અથડામણ થઇ હતી. આ આગ ચીની સૈનિકોના ટેન્ટમાં લાગી હતી.

તેમણે જણાવ્યું હતું કે ભારત ચીન વચ્ચે લેફટનંટ જનરલ લેવલની વાતચીતમાં નક્કી થયું હતું કે સરહદ પાસે કોઇ સૈનિક હાજર નહીં રહે પણ ૧૫ જૂનની સાંજે કમાન્ડીંગ ઓફિસર બોર્ડર પર ચેક કરવા ગયા તો જોયું કે ચીન ના બધા સૈનિકો પાછા બોર્ડર પર ચેક કરવા ગયા તો જોયું કે ચીનના બધા સૈનિકો પાછા નહોતા ગયા ત્યાં ચીની સૈનિકોનો તંબુ પણ લાગેલા હતો. ઓફિસરે તંબુ હટાવવાનું કહ્યું. ચીની સૈનિકો જ્યારે તંબુ હટાવી રહ્યા હતા તે દરમ્યાન અચાનક આગ લાગી ગઇ. આગ લાગ્યા પછી બન્ને દેશોના સૈનિકો પર હાવી થઇ ગયો બંને દેશના સૈનિકોએ પોતાના વધુ લોકોને બોલાવ્યા હતા. આ અથડામણમાં ચીનના ૪૦ થી વધારે સૈનિકો માર્યા ગયા તે વાત સાચી છે.

(3:00 pm IST)