Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

દેશની વિવિધ ઉચ્ચ અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસોનો ભરાવોઃ ઘણા કેસોનો તો ૩૦ વર્ષમાં નિર્ણય નથી કરાયો

નવી દિલ્હી, તા.૨૯: સમગ્ર દેશમાં હાલ કોર્ટ જીલ્લા અને તાલુકાની કોર્ટોમાં કુલ ૩ કરોડ ૭૭ લાખ કેસોમાંથી ૩૭ લાખ કેસો છેલ્લા ૧૦ વર્ષોથી પેન્ડીંગ પડયા છે. તેવી માહિતી એન.જે.ડી.જીએ આપી હતી. જેમાંથી માત્ર ૬,૬૦,૦૦૦ કેસોનો જીલ્લા અને તાલુકાના કોર્ટોના છે, આના સિવાય છેલ્લા ૩૦ વર્ષના પેન્ડીંગ કેસોની સંખ્યા જોઇએ તો ૧ કરોડ ૩૧ લાખ છે.

એન.જે.ડી.ની અનુસાર સમગ્ર દેશમાં કુલ ત્રણ કરોડ ૨૯ લાખ કેસોમાંથી જીલ્લા અને તાલુકા કોર્ટોમાં ૮.૫ ટકા એટલે કે, ૨૯ લાખ કેસો ૧૦ વર્ષથી પેન્ડીંગ પડયા છે. જેમાં પાંચ લાખ કેસો ૧૦ વર્ષ કે તે પહેલાના પેન્ડીંગ પડયા અને ૮૫૧૪૧ કેસો તો એવા છે કે જે ૩૦ વર્ષોમાં તેનો કોઇ નિર્ણય જ થયો નથી.

દેશની કુલ ૨૫ ઉચ્ચ અદાલતોમાં ૪૭ લાખથી વધુ કેસો પેન્ડીંગ છે. જેમાંની ૯,૨૦,૦૦૦ કેસો વર્ષોથી અને ૪૬૭૫૪ કેસો ૩૦ વર્ષોથી પેન્ડીંગ પડયા છે.

(2:59 pm IST)