Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

અભિનેતા સુશાંત સિંહ કેસની તપાસ SIT ને સોપો : ભાજપના સાંસદે લખ્યો અમિતભાઇ શાહને પત્ર

ફિલ્મ ઉદ્યોગ પર ‘માફિયા સાથે સંબંધ રાખનારા’ લોકોનું નિયંત્રણ: : સાંસદ નિશિકાંત દુબેનો આક્ષેપ

નવી દિલ્હીઃ બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને પત્ર લખીને એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની તપાસ CBI, એનઆઇએ, ઇડી અને આયકર વિભાગનાં અધિકારીઓનાં વિશેષ તપાસ દળ દ્વારા કરાવવામાં આવે તેવી માંગ કરી છે.

 દુબેએ જણાવ્યું કે, “ફિલ્મોદ્યોગનાં ‘રોજબરોજનાં કામકાજનું નિયમન’ કરવા માટે અને કોઇ ને કોઇ રીતે ચાલી રહેલી “ગેરકાયદેસર પ્રવૃત્તિઓ” ને નિયંત્રિત કરવા માટે એક કાયદાકીય તપાસની તત્કાલિક જરૂરિયાત છે.

તેઓએ આરોપ લગાવતા જણાવ્યું કેફિલ્મ ઉદ્યોગ પર ‘માફિયા સાથે સંબંધ રાખનારા’ લોકોનું નિયંત્રણ છે અને તેઓ નાનાં શહેરનાં પ્રતિભાશાળી અભિનેતાઓને આગળ વધવા નથી દેતા. નિશિકાંત દુબેએ કહ્યું કે, નાના શહેરોનાં હોશિયાર નવા કલાકારો ફિલ્મ ઉદ્યોગમાં પોતાની જગ્યા નથી બનાવી શકતા અને જો કોઇ નાના શહેરનાં સુશાંત સિંહ રાજપૂત જેવા કોઇ વ્યક્તિ એવી કોશિશ કરે છે તો તેઓ તેને એટલી હદે પરેશાન કરે છે કે જેનું પરિણામ તેમનાં મોતનાં રૂપમાં જોવા મળે છે.

દુબેએ જણાવ્યું કે, “ફિલ્મ જગત અને તેનાં અભિનેતા લગભગ તમામનાં જીવન પર મોટી અસર કરે છે. જેથી તે ખૂબ જરૂરી છે કે તે (ફિલ્મ ઉદ્યોગ) નાં લોકો માટે નકારાત્મક અસર નહીં છોડે. જેથી સમાજ માટે તેનું કોઇ મોલ નથી રહેતું. ભાજપનાં સાંસદે જણાવ્યું કે, “આ ઉદ્યોગનાં ‘રોજબરોજનાં કામકાજનું નિયમન કરવા’ માટે કોઇ ને કોઇ રીતે ચાલી રહેલી “ગેરકાયદેસર માન્યતાઓ’ ને નિયંત્રિત કરવા માટે એક કાયદાકીય તપાસની તત્ત્કાલિક ધોરણે જરૂરિયાત છે. વર્તમાન સ્થિતિની નોંધ લેવી અને કાયદાકીય તપાસની સાથે સાથે તેમાં સુધાર માટે એક સમિતિ રચવાની જરૂરિયાત છે.”

તેઓએ એવો દાવો કર્યો છે કે, “ફિલ્મ ઉદ્યોગમાં ગેરકાયદેસર પૈસા લગાવવામાં આવે છે. તેઓએ પત્રમાં જણાવ્યું કે,હું આપને આરોપોની તપાસ કરવા, સુશાંત સિંહ રાજપૂતનાં મોતની સચ્ચાઇ સામે લાવવા અને ફિલ્મ ઉદ્યોગનાં માફિયા સાથેનાં સંબંધોનો ખુલાસો કરવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, કેન્દ્રીય તપાસ બ્યુરો, આયકર વિભાગ અને રાષ્ટ્રીય તપાસ એજન્સીનાં અધિકારીઓની એક એસઆઇટી રચવા માટેની હું વિનંતી કરું છું.

(1:52 pm IST)