Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

NIAએ ISI એજન્ટ રાશિદના ઘરે રેડ પાડીઃ મળી આવ્યા મહત્વપૂર્ણ દસ્તાવેજ અને મોબાઇલ

મોહમંદ રાશિદ પર દેશમાં સીઆરપીએફના ઠેકાણાઓ પર જાસૂસી અને સામરિક રીતે મહત્વપૂર્ણ જાણકારી પાકિસ્તાનમાં બેઠેલા હેડલર્સને મોકલવાનો આરોપ છે

વારાણસી, તા.૨૯: NIA એ રવિવારે ઉત્ત્।ર પ્રદેશના ચંદૌલી અને વારાણસીમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના એક એજન્ટના રે રેડ પાડી હતી. મોહમંદ રાશિદ નામના એક એજન્ટને યૂપી એટીએસએ જાન્યુઆરી ૨૦૨૦માં પકડયો હતો. મોહમંદ રાશિદ પર દેશમાં સીઆરપીએફના ઠેકાણાઓ પર જાસૂસી અને સામરિક રીતે મહત્વપૂર્ણ જાણકારી પાકિસ્તાનમાં બેઠેલા હેડલર્સને મોકલવાનો આરોપ છે.

NIAની ટીમએ મોહમંદ રાશિદના ચંદૌલી અને વારાણસી સ્થિત ઘરે રેડ પાડી હતી. તલાશી દરમિયાન રાશિદના ઘરેથી મોબાઇલ ફોન અને કેટલાક આપત્તિજનક દસ્તાવેજ પણ મળી આવ્યા છે. રાશિદની સાથે પૂછપરછ ચાલુ છે.  NIA આ દસ્તાવેજો અને મોબાઇલના આધારે જાણકારી એકઠી કરી રહી છે. તે પ્રકારે કેટલાક વધુ લોકો પણ ISI માટે જાસૂસી તો સામેલ તો નથી ને.

રાશિદને ૧૯ જાન્યુઆરીની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે રાશિદ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના હેન્ડલર્સના સીધા સંપર્કમાં હતો. રાશિદ ભારતમાં રહીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી  ISI માટે જાસૂસી કરતો હતો. જાસૂસીની ટ્રેનિંગ લેવા માટે તે વખત પાકિસ્તાન જઇ ચૂકયો છે. તેના દ્વારા આપવામાં આવેલા ભારતના નંબર પરથી વોટ્સએપ એકાઉન્ટ ચલાવી રહ્યો હતો. રાશિદ તેમને ભારતના સંવેદનશીલ અને રણનીતિક મહત્વપૂર્ણ જાણકારી અને ફોટો મોકલતો હતો. યૂપી એટીએસએ તેને પકડી પાડયો હતો.

(12:43 pm IST)