Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

૧લી જુલાઇથી ચારધામ યાત્રા શરૂ : જો કે સીમીત સંખ્યામાં જ ભાવિકોને દર્શનનો લાભ મળશે

હાલમાં સ્થાનિકોને જ મંજૂરી : આઈડી પ્રૂફ બતાવવુ પડશે : કવોરન્ટાઈન કરેલા લોકો અને રાજયની બહારના લોકોને હાલમાં મંજૂરી નહિં

દહેરાદૂન, તા. ૨૯ : લાંબા સમયથી ચાલી રહેલ અસમંજસ વચ્ચે આખરે ૧લી જુલાઈથી ચારધામ યાત્રા શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો કે સિમિત સંખ્યામાં ભાવિકોને મંજૂરી આપવામાં આવશે.

ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ્ બોર્ડના સીઈઓ રવિનાથ રમને કહ્યુ કે  આતંર જિલ્લાઓમાં મંજૂરી આપવામાં આવી રહી છે. જેના માટે જે - તે ધામના પ્રશાસન પાસેથી મંજૂરી લેવી પડશે. યાત્રાનો પાસ મળ્યા બાદ જ ભાવિકો યાત્રા કરી શકશે. અત્યાર સુધીમાં ઉત્તરકાશી, રૂદ્રપ્રયાગ, ચમોલીના સ્થાનિકો માટે જ મંજૂરી આપવામાં આવી છે. બદ્રીનાથ ધામમાં તો સમગ્ર જિલ્લામાં પણ મંજૂરી આપવામાં આવી ન હતી.

કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા જિલ્લાઓમાં લોકોને દર્શનની પરવાનગી આપવામાં આવશે નહિં. સ્થાનિકોએ પ્રમાણના રૂપમાં પોતાનું આઇડી પ્રૂફ બતાવવુ પડશે. કવોરન્ટાઈન કરેલા લોકોને પણ ધામમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહિં. રાજયની બહારના લોકોને પણ મંજૂરી નહિં અપાય.

ચારધામમાં ભાવિકોને ખૂબ જ સીમીત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવશે. બદ્રીનાથમાં ૧૨૦૦, કેદારનાથમાં ૮૦૦, ગંગોત્રી ૬૦૦, યમનોત્રી ૪૦૦ને પ્રવેશ આપવામાં આવશે. જો કે આ મહિનામાં કેદારનાથ ધામમાં ૫૭, બદ્રીનાથમાં ૨૧૩ લોકોએ દર્શન કર્યા હતા. હાલમાં રાજયના લોકોને જ દર્શન કરવા માટે પરવાનગી આપવામાં આવી છે. તીર્થ પુરોહિતોમાં પણ એક સમૂહ યાત્રાનું સંચાલન કરવા માટે તૈયાર હોવાનંુ જાણવા મળ્યુ છે.

(12:42 pm IST)