Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

આ મહિને ૩૮ ત્રાસવાદી ઠાર

કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ ૩ આતંકી ઠાર

શ્રીનગર,તા.૨૯: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સોમવારે વહેલી સવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળો દ્વારા ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. સેનાએ હજુ સુધી આતંકવાદીઓની ઓળખ જાહેર કરી નથી. અનંતનાગના કુલચોહર વિસ્તારમાં ચાલી રહેલ એન્કાઉન્ટર જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાની સંયુકત કાર્યવાહી છે. કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે, અથડામણ હાલ પણ ચાલી રહી છે. કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે, 'અનંતનાગમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. તે જ સમયે, સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન પણ ચાલુ છે.

ભૂતકાળમાં, ખીણમાં સુરક્ષા દળો દ્વારા હિઝબુલ સહિત અનેક જૂથોના આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આતંકવાદીઓ લગભગ દરરોજ જુદા જુદા વિસ્તારોમાં એન્કાઉન્ટર દ્વારા ઠાર મારવામાં આવે છે. આ પહેલા શુક્રવારે પુલવામા જિલ્લામાં સેના દ્વારા બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ગુરુવારે રાત્રે, સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ દક્ષિણ કાશ્મીર જિલ્લાના ત્રાલના ચિવા ઉલાર વિસ્તારમાં ઘેરો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

(11:29 am IST)