Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કોરોના તમને કાંઈ નહિ કરે શકેઃ આટલું અચૂક કરી

આટલું ધ્યાન આપશો તો કોરોના તો શું કોરોનાના બાપને પણ દૂર ભાગવું પડશે

*ફીઝીકલ ડીસ્ટન્સઃ ૪ થી ૬ ફૂટની દૂરી અચૂક રાખો

* ઘર બહાર પગ મૂકો એટલે માસ્ક અચૂક પહેરોઃ એમાં કોઈ બાંધ છોડ કરશો નહિ.

* જયાં ત્યાં થૂંકશો નહિ.

* છીંક આવે તો રૂમાલ આડો રાખો અથવા મોઢું એક તરફ રાખી હાથની આડશ આપો.

* નવશેકું પાણી પીવાની ટેવ પાડો.

* ૧ ગ્લાસ પાણીમાં અધચકરૃં ખાંડેલ રાય (૧ ચમચી) અને મીઠું (૧ ચમચી) નાખી, પાણી ઉકાળી, અચૂક રોજ નાસ લ્યો.

* કમ સે કમ  ૨ કાળા મરી અને પાંચ તુલસીના પાન (કટકા કરીને) ૧ ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવું ૫૦ ટકા પાણી રહે એટલે ઘરમાં સહુ ૨ થી ૩ ચમચી અચૂક, રોજ લ્યે.

સાથો સાથો જમ્યા પછી, નાસતા પછી અચૂક મીઠાના પાણીના કોગળા કરવા.

* હળદર - સૂંઠવાળુ દુધ પીવું, રૂમમાં હળવી કસરત  કરવી.

* સાદો ખોરાક લેવાનું રાખો, આમળા મળતા હોય તો રોજ ૧ લેવું

* વિટામીન સી માટે લીંબુ પાણી લેવું. પ્રાણાયમ કરો.

* ઊંડા શ્વાસ લેવાનું રાખો, સવારનો કૂણો તડકો (અનુકુળતા મુજબ ૫ થી ૧૫ મિનિટ લેવો.)

* નકારાત્મક (નેગેટીવ) વિચારો અને નબળી વાતોથી દૂર રહેવું: બીકોસ્યુલ જેવી મલ્ટી વિટામીન ગોળી, ઝીન્કોવીટ જેવી ઝીન્ક સપ્લીમેન્ટ અને વિટામીન સી (૫૦૦ એમજી)ની ગોળી પણ લેવી જ જોઈએ.

* વિટામીન ડી ની ગોળી કે પાવડરવાળુ પાઉચ દર અઠવાડીયે ૧ લેવું જોઈએ (ફેમીલી ડોકટરની સલાહ પણ લેવી) જેથી શરીરમાં વિટામીન્સની ઉણપ ન રહે અને રોગ સામે લડવાની શરીરની તાકાત વધે.

 

(11:26 am IST)