Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ગુજરાતની ફાર્મા ફાર્મા કંપની સિનકોમ હેલ્થકેરનો હાથ ઝાલશેે

મુંબઇ, તા.૨૯: ટેબ્લેટ્સ, કેપ્સ્યુલ્સ, લિકિવડ્સ, પ્રોટીન પાવડર, હર્બલ પ્રોડકટ્સના ઉત્પાદનમાં સંકળાયેલ ઉત્ત્।રાખંડ રાજયમાં ૧૨૫૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલી સ્ટેટ ઓફ આર્ટ સુવિધાઓ ધરાવતા સિનકોમ હેલ્થકેર લિ. મોટા ફેરફાર તરફ જઈ રહી છે. ૨ મોટા ગ્રુપ તેમાં રસ ધરાવે છે અને કંપનીને હસ્તગત કરવાની દિશામાં છે જેમાં ટોપ ૧૦ ફાર્મા કોસમાં સમાવેશ કરતી ગુજરાત ની કંપની પણ શામેલ છે, જેમાં મોટું ટર્નઓવર છે જેણે આ હસ્તગત કરવાની રેસ જીતી લીધી છે.

કંપની છેલ્લા કેટલાક વર્ષોથી સંઘર્ષ કરી રહી છે પરંતુ અગાઉ ખૂબ સ્વસ્થ હતી અને સારા પરિણામો પણ મળ્યા હતા અને અગાઉ ડિવિડન્ડ પણ ચૂકવ્યો હતો. કંપની પાસે મોટા કેરી ફોરવર્ડ લોસીસ છે અને MAT ક્રેડિટના ખુબજ નજીવા વેરા ચૂકવવા પડશે કારણ કે તે ફૂલ ફોર્મમાં કામગીરી ફરીથી શરૂ કરી રહી છે.

કંપની પાસે સરકારી અને ૧૫૦ જેટલા એકસપોર્ટ રજીસ્ટ્રેશન્સ સાથે ઇન્સ્ટીટ્યુશનલ સપ્લાઈઝ પણ છે.

કંપની હાલમાં સન ફાર્મા, સિપ્લા, વોકહાર્ટ, ઇન્ટાસ, ગ્લેનમાર્ક, અજંતા ફાર્મા, કેડિલા ફાર્મા, કેડિલા હેલ્થકેર અને બીજી ઘણી મોટી કંપનીઓ માટે કોન્ટ્રાકટ મેન્યુફેકચરિંગ કરી રહી છે. તેમની ફેસીલીટીને સેનિટાઇઝર્સ અને જંતુનાશક પદાર્થોના ઉત્પાદન માટે પણ ફેરવવામાં આવી છે. કંપની ડોમેસ્ટિક અને એકસપોર્ટ બજારમાં વિશાળ નેટવર્ક ધરાવે છે, જેમાં ગરૂરલ તેમજ ટાયર ૨ અને ૩ માર્કેટ્સ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

(11:24 am IST)