Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

મહારાષ્ટ્રની અકોલા જિલ્લા જેલમાં કોરોના વિસ્ફોટ :વધુ 68 કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ ; જેલમાં કુલ કેસ 498 થયા

જેલની અંદર જ આઈસોલેશન વોર્ડ બનાવાયો : જેલમાં જ બધી સુવિધા ઉભી કરાઈ

અકોલાઃ મહારાષ્ટ્રની અકોલા જિલ્લા જેલમાં વધુ 68 કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જેલમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1498 થઈ છે. જેલના એક અધિકારીએ જણાવ્યું કે, જિલ્લા જેલમાં હાલ કોઈ નવા કેદીને નહીં લાવવામાં આવે.

અકોલાના ડેપ્યુટી કલેકટર સંજય ખડસેએ જણાવ્યું કે, "અકોલા જેલમાં 68 કેદી કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે. જેલની અંદર જ આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. કેદીઓની સારવાર માટે જેલમાં જ બધી સુવિધા ઉભી કરવામાં આવી છે."

(12:00 am IST)