Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

તો ટોકીયો ઓલમ્પિક પણ રદ થશે

વર્તમાન કોરોનાની સ્થિતીના કારણે આયોજન ૨૦૨૧ સુધી પાછુ ઠેલાયુ છેઃ જો ત્યારે પણ અગવડ હશે તો સાવ રદ થશે

સ્વીત્ઝલેન્ડ,તા.૨૨: ટોકીયો ઓલમ્પિક માણવા સૌ કોઈ ઉત્સૂક છે. પરંતુ હાલ કોરોનાની સ્થિતિ ધ્યાને લઈ સમગ્ર આયોજન ૨૦૨૧ સુધી પાછુ ઠેલવામાં આવ્યુ છે.

આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ (આઈઓસી)ના પ્રમુખ થોમસ બાકે જણાવ્યુ છે કે કોરોનાના કારણે આ ટોકીયો ઓલમ્પિક એક વર્ષ માટે મોકૂફ રાખી ૨૦૨૧ માટે તૈયારીઓ કરાવવામાં આવી રહી છે.

આઈઓસી અને જાપાન સરકારે કરેલ આ નિર્ણય બાદ હજી પણ ચિંતાના વાદળો ઘેરાયેલા છે. જાપાનના પ્રધાનમંત્રી શિંજો આંબેએ જણાવ્યુ છે કે જો ૨૦૨૧માં  પણ કોરોનાની મહામારી સમાપ્ત નહીં થાય તો બહુ જાજી રમતોવાળો ઓલમ્પિક સાવ રદ કરી દેવાશે.

આ વિષે આઈઓસી પ્રમુખ થોમસ બાકનું કહેવુ છે કે જાપાની પ્રધાનમંત્રીની સ્થિતિ સમજી શકાય તેમ છે. જાપાનમાં ત્રણથી પાંચ હજાર લોકોને આવા આયોજનમાં કામે લગાડી શકાય તેવી સ્થિતિ હાલ નથી.

આટલા વિશાળ રમતોત્સવમાં બહુ મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉમટી પડે તો તેના આરોગ્ય ચકાસણી સહીતની તૈયારીને પહોંચી વળવા કવોરન્ટાઈન કરવા સુધીની પણ તૈયારી રાખવી પડે. કેમ કે જાપાનમાં કોરોના સંક્રમિત ૧૭ હજારથી વધુની છે. અત્યાર સુધીમાં ૭૯૭ લોકોના મૃત્યુ થયા છે. ત્યારે હવે જો સ્થિતિ સુધરે અને બધુ થાળે પડે તો ૨૦૨૧માં ટોકીયો ઓલમ્પિક રમાઈ શકે અન્યથા રદ કરવી પડે તેમ છે.

(2:58 pm IST)