Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

લોકડાઉન જો નહિ લંબાવાય તો

જુલાઇના મધ્યમાં કોરોના બિહામણો બનશે

બેંગ્લોર તા. રર :.. દેશમાં ચાલી રહેલ લોકડાઉનને જો મહિનાના અંત સુધી નહીં લંબાવાય તો દેશમાં કોરોના કેસની સંખ્યા જુલાઇના મધ્ય સુધીમાં ચરમ સીમાએ પહોંચી શકે છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંત પ્રોફેસર ગીરધર બાબુએ આ દાવો કર્યો હતો. જો કે તેમણે એમ પણ કહયું કે બે મહિના સુધી કન્ટેન્મેન્ટ જેવા ઉપાયોના કારણે લોકડાઉન હટાવવા છતાં કોરોના કેસમાં અપેક્ષા કરતા ઓછો વધારો નોંધાશે.

પબ્લીક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડીયાના પ્રોફેસર ગીરધર બાબુએ આ દાવો કરતા કહયું હતું કે જો ૩૦ મે એ લોકડાઉન હટાવી લેવાશે. તો ત્રણ ઇન્કયુબેશન અવધી એટલે જુલાઇ મધ્ય સુધીમાં કોરોના કેસ પોતાના ચરમ પર પહોંચશે પછી લોકોને ખબર પડશે કે નિયંત્રણ વગર આ રોગ કેવી રીતે ફેલાય છે.

તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગઇકાલે કહયું કે ભારતમાં કોરોનાનો મૃત્યુ દર ૩.૦૬ છે, જયારે વૈશ્વિક મૃત્યુ દર ૬.૬પ છે. મંત્રાલયે આનુંશ્રેય સમયસર કેસની ઓળખ અને યોગ્ય કલીનીકલ મેનેજમેન્ટને આપ્યું હતું.

મંત્રાલયે જણાવ્યું કે મૃત્યુના કેસોના વિશ્લેષણથી જાણવા મળે છે કે સંક્રમણથી મરનારાઓમાં ૬૪ ટકા પુરૂષ અને ૩૬ ટકા મહિલાઓ છે. મૃતકોની ઉમરના આધારે જણાવાયું કે મોતના ૦.પ ટકા ૧પ થી ઓછા વર્ષની ઉમરના બાળકો, ૧પ થી ૩૦ વર્ષના ર.પ ટકા, ૧૧.૪ ટકા ૩૦ થી ૪પ વર્ષના, ૩પ.૧ ટકા ૪પ થી ૬૦ વર્ષના અને ૬૦ વર્ષથી વધુ વયના પ૦.પ ટકા લોકો હતાં.

મંત્રાલયે જણાવ્યું કે મોતના ૭૩ ટકા કિસ્સાઓમાં અન્ય ગંભીર રોગો પણ સાથ હતાં. ૬૦ વર્ષથી વધુ વયના અને અન્ય બીમારીવાળા લોકોને ઉચ્ચ જોખમવાળા ગ્રુપમાં રખાયા છે.

(12:39 pm IST)