Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ભારત-નેપાળના મામલે મનિષા કોઇરાલાએ ચીનને વચ્ચે નાખ્યું: નવા નકશાને બિરદાવ્યા

મુંબઇઃ એક જમાનાની સુપ્રસિધ્ધ ફિલ્મ અભિનેત્રી મનિષા કોઇરાલા નેપાળના પૂર્વ વડાપ્રધાન કે.પી. કોઇરાલાની પૌત્રી છે. તેણે તાજેતરમાં નેપાળ દ્વારા ભારતના 'કાલાપાની' વિસ્તારને નેપાલના  નકશામાં દર્શાવેલ, તેને સમર્થન આપી ખુશી વ્યકત કરેલ છે. મનીષાએ નેપાળના વિવાદીત નકશાનું સમર્થન કરી નવો વિવાદ સર્જયો છે.મનિષા કોઇરાલાએ નેપાળના વિદેશમંત્રીના ટવીટને રીટવીટ કરતા લખ્યુ છે કે આપણા નાનકડા દેશના આત્મ સન્માનને બરકરાર રાખવા માટે આપનો આભાર. તેણે ચીનનો ઉલ્લેખ કર્યા વિના લખ્યુ છે કે આપણે ત્રણે મહાન દેશો વચ્ચે શાંતિ-આદરપૂર્વક વાતચીત દ્વારા સમાધાન માટે આશાન્વિત છુ.

ભારતના પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે ટવીટ કરી ભારત-નેપાળના મામલામાં ચીનને વચ્ચે લાવવા સબબ લખ્યુ છે કે તમે ચીનને શા માટે વચ્ચે લાવ્યા ? ભારત માટે જ નહિ નેપાળ માટે પણ આ સારૂ નથી કર્યું: ભારતને નેપાળ સાથે કે નેપાળને ભારત સાથે શિકાયત-મતભેદ હોઇ શકે છે. આ ભારત-નેપાળ વચ્ચેની વાત છે. ચીનને વચ્ચે શા માટે લાવ્યા ? તમે જો ચીનને વચ્ચે લાવો છો  તો ભારત સાથેના હજારો વર્ષના સંબંધો બર્બાદ કરી રહયા છે. તમે બંને દેશો વચ્ચેની વિરાસતને બર્બાદ કરી રહયા છો. એટલુ જ નહિ તમે આપણી સ્થિતિને નબળી બનાવી રહયા છો. ડાબેરીઓ ભારત વિરૂધ્ધ ચીનનો ઉપયોગ કરી રહેલ છે. પહેલા ભારતની ચીન સાથેની સરહદ હિમાલય સુધી જ હતી, હવે ભારત-ચીન સરહદ બીરગંંજથી શરૂ થઇ જાય છે.

શ્રી સ્વરાજ કૌશલે લખ્યુ છે કે ભારતીયોએ  જાણવુ જોઇએ કે નેપાળએ દુનિયાનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતો જને ખતમ કરવાનું કાવત્રું હતુ. તેમણે માઓવાદીઓ સાથે હાથ મીલાવ્યા. તેમણે પ્રચંડ બાબુ રામ ભટ્ટારાઇને સન્માનીત કર્યા. તેમણે એકમાત્ર હિંદુ રાષ્ટ્રને બર્બાદ  કર્યું. તેમનું મિશન પુરુ થયું.

(12:38 pm IST)