Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ધરતીનું પેટાળ ખતરનાક બદલાવમાંથી પસાર થાય છે

આફ્રિકાથી અમેરિકા સુધી ધરતીની ચુંબકીય શકિત નબળી પડી રહી છે : વિમાન સાથે સંપર્કમાં મુશ્કેલી આવશે?

નવી દિલ્હી :  અત્યારે ચોંકાવનારા બદલાવોમાંથી પસાર થઈ રહી છે. કેટલાક અત્યંત ખતરનાક બદલાવો થઈ રહ્યા છે. જમીનનાં એક મોટાભાગમાં ધરતીની ચુંબકીય શકિત નબળી પડી રહી છે. આ એટલી નબળી પડી ચુકી છે કે જો આ વિસ્તારની ઉપરથી વિમાન નીકળે તો તેની સાથે સંપર્ક સાધવામાં મુશ્કેલી આવી શકે છે. આ ભાગ લગભગ ૧૦ હજાર કિલોમીટરમાં ફેલાયેલો છે. આ વિસ્તારનાં ૩ હજાર કિલોમીટર નીચે ધરતીનાં આઉટર કોર સુધી ચુંબકીય ક્ષેત્રની શકિતમાં દ્યટાડો થયો છે.

આફ્રિકાથી લઇને અમેરિકા સુધી લગભગ ૧૦ હજાર કિલોમીટરનાં અંતરમાં ધરતીની અંદર મેગ્નેટિક ફીલ્ડની શકિત ઓછી થઈ ચુકી છે. સામાન્ય રીતે આ ૩૨ હજાર નૈનોટેસ્લા હોવું જોઇતુ હતુ, પરંતુ ૧૯૭૦દ્મક ૨૦૨૦ સુધી આ દ્યટીને ૨૪ હજારથી ૨૨ હજાર નૈનોટેસ્લા સુધી જઈ પહોંચ્યું છે. આ જાણકારી યૂરોપિયન સ્પેસ એજન્સી (ચ્લ્ખ્)નાં સેટેલાઇટ સ્વાર્મથી મળી છે. ધરતીનાં આ ભાગ પર ચુંબકીય ક્ષેત્રમાં આવેલી નબળાઈનાં કારણથી ધરતી ઉપર તૈનાત સેટેલાઇટ્સ અને ઉડનારા વિમાનોની સાથે સંપર્ક સાધવામાં મુશ્કેલી થઈ શકે છે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ગત ૨૦૦ વર્ષોમાં ધરતીની ચુંબકીય શકિતમાં ૯ ટકાનો ઘટાડો થયો છે, પરંતુ આફ્રિકાથી દક્ષિણ અમેરિકા સુધી ચુંબકીય શકિતમાં વધુ પડતો ઘટાડો જોવા મળી રહ્યો છે. સાયન્ટિસ્ટ આને સાઉથ એટલાન્ટિક એનોમલી કહે છે. ધરતીની ચુંબકીય શકિતનાં કારણથી જ આપણે અંતરિક્ષથી આવનારા રેડિએશનથી બચી શકીએ છીએ. આ શકિતનાં કારણે તમામ પ્રકારની સંચાર પ્રણાલીઓ જેમ કે સેટેલાઇટ, મોબાઇલ, ચેનલ વગેરે કામ કરી રહી છે.

ધરતીની અંદર ગરમ લોખંડનો વહેતો સમુદ્ર છે. આ ધરતીની સપાટીથી લગભગ ૩ હજાર કિલોમીટર નીચે હોય છે. આ ફરતો રહે છે. આના ફરવાથી ધરતીની અંદર ઇલેકિટ્રકલ કરન્ટ બને છે જે ઉપર આવતા આવતા ઇલેકટ્રોમેગ્નેટિક ફીલ્ડમાં બદલાઈ જાય છે. હાલમાં કેટલીક સ્ટડી સામે આવી હતી કે ધરતીનો મેગ્નેટિક નોર્થ પોલ પોતાની જગ્યા બદલી રહ્યો છે. આ પોલ કેનેડાથી સાઇબેરિયા જઇ રહ્યો છે. આ ગરમ પીગળતા લોખંડનાં ફરવાના કારણે થઈ રહ્યું છે.

આફ્રિકાથી દક્ષિણ અમેરિકા સુધીનાં વિસ્તારમાં જે મેગ્નેટિક ફીલ્ડની કમી આવી છે. તેનાથી એ વિસ્તારની ઉપર આપણી ચુંબકીય સુરક્ષા લેયર નબળી થઈ ગઈ છે. એટલે કે આ વિસ્તારમાં અંતરિક્ષથી આવનારા રેડિએશનની અસર વધારે થઈ શકે છે.

(11:35 am IST)