Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કોરોનાનું કાળચક્રઃ વિશ્વભરમાં સંક્રમિતો કેસોની સંખ્યા ૫૧ લાખને પાર

દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા ૫૧ લાખને પાર : દુનિયામાં ૩.૩૪ લાખ લોકોના થયાં મોત : રશિયા અને બ્રાઝિલ સૌથી વધારે કેસ : રશિયામાં ૩.૧૭ લાખ કેસ, બ્રાઝિલ ૩.૧૦ લાખ કેસ : સ્પેનમાં ૨.૮૦ લાખ કેસ, ૨૭ હજાર લોકોના મોત : દુનિયામાં ૩.૩૪ લાખ લોકોના થયાં મોત : અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યા ૧૬.૨૦ લાખને પાર : અમેરિકામાં ૯૬ હજારથી વધુ લોકોના મોત

નવી દિલ્હી,તા.૨૨: સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, વિશ્વનાં દ્યણા વૈજ્ઞાનિકો આ જીવલેણ વાયરસની સામે વેકિસન બનાવવામાં પણ યથાગ પ્રયત્નો કરી રહ્યા છેય, ત્યારે દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા ૫૧ લાખ ૯૩ હજારને પાર પહોંચી ગયા છે. જયારે કે, ૩.૩૪ લાખ લોકોને કોરોના ભરખી ગયો છે. દુનિયામાં સૌથી વધારે અમેરિકામાં કેસ નોંધાયા છે. અમેરિકા બાદ રશિયામાં ૩.૧૭ લાખ કેસ નોંધાયા છે.  બ્રાઝિલમાં ૩.૧૦ લાખ કેસ અને ૨૦ હજારથી વધુ લોકોના મોત થયાં.

સ્પેનમાં ૨.૮૦ લાખ કેસ અને ૨૭ હજારથી વધુ લોકોનો મોત થયા છે. યુકેમાં ૨.૫૦  લાખ કેસ અને ૩૬ હજાર લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા. તો બીજી તરફ ઈરાનમાં ૧૦ હજારથી વધુ સ્વાસ્થ્ય કર્મીને કોરોનાનો ચેપ લાગ્યો છે. જયારે કે, ૭ હજારથી વધુ લોકોના મોત કોરોનાથી થયા છે.

ત્યારે  અમેરિકામાં સતત વધી રહેલા કેસ વચ્ચે હવે ટ્રમ્પ સરકાર ચીન પર આકરા પ્રતિબંધ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. અમેરિકાએ ચીનમાંથી પેન્શન ફંડનું રોકાણ ગત સપ્તાહે પરત ખેંચ્યા બાદ ચીનની કંપનીઓને અમેરિકાના સ્ટોક એકસચેન્જમાંથી તગેડી મુકવા માટે કાયદો પસાર કર્યો છે.

જીવલેણ કોરાનાની મહામારી વચ્ચે અમેરિકન સેનેટે ચાઈનીઝ કંપનીઓના ડિલિસ્ટિંગનો મુસદ્દો પસાર કરતા સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર હચમચી ઉઠ્યું છે. અલીબાબા, બાઈડુ જેવી અંદાજે ૮૦૦ કંપનીઓને ફરજિયાત અમેરિકન બજારમાંથી ડિલિસ્ટ કરવાના પ્રસ્તાવને અમેરિકાની સેનેટે મંજૂરી આપી છે.  તો બીજી તરફ અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો પણ દુનિયાના શકિતશાળી દેશના વિદેશ પ્રધાન સાથે બેઠક કરી ચીનને ભીંસમાં લેવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે.

(11:29 am IST)