Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

પાકિસ્તાનમાં મીઠાઈની દુકાને રસમલાઈ ખાવા ઉભા રહ્યા રાષ્ટ્રપતિ આરીફ અલવી : સામાન્ય માનવી તરીકેની સાદાઈ ગણવી કે કોરોના વચ્ચે મીઠાઈની મોજ ? : પોરસાયેલા દુકાનદારે વિડિઓ વાઇરલ કરતાં લોકોમાં પુછાઈ રહેલો પ્રશ્ન

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરીફ અલવી કોરોના વાઇરસ મહામારી વચ્ચે પણ રસગુલ્લા ખાવાની લાલચ રોકી શક્યા નહોતા તેથી સામાન્ય માણસની જેમ માસ્ક પહેરી મીઠાઇવાળાની દુકાને પહોંચી લાઈનમાં ઉભા રહી ગયા હતા. દેશના રાષ્ટ્રપતિ પોતાની દુકાને મીઠાઈ ખાવા આવ્યા છે તેવી દુકાનદારને ખબર પડતા પોરસાયેલા દુકાનદારે  વિડિઓ ઉતારી લીધો હતો.અને આ વિડિઓ વાઇરલ થતા લોકોમાં અનેક પ્રશ્નો પુછાવાનું શરૂ થઇ ગયું હતું જે  મુજબ કોઈ આ બાબતને રાષ્ટ્રપતિની સાદગી ગણાવતું હતું તો કોઈને એવું લાગતું હતું કે કોરોના વાઇરસ મહામારી વચ્ચે પણ રાષ્ટ્રપતિ રસગુલ્લા ખાવાની લાલચ રોકી શકતા નથી 

(11:25 am IST)