Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

મોદી સરકારના 21 દિવસના લોકડાઉનની પહેલના યુનાઇટેડ નેશન્સે કર્યા વખાણ : સમર્થન જાહેર કર્યું

સંયુક્ત રાષ્ટ્ર કોવિડ-19 સામેની લડાઇમાં ભારત સાથે એકજુટતા સાથે ઉભું છે

 

સંયુક્ત રાષ્ટ્ર : સંયુક્ત રાષ્ટ્રએ (UN)કોરોના વાયરસ સામે મોદી સરકારની પહેલની પ્રશંસા કરી છે અને તેમના પ્રત્યે સમર્થન જાહેર કર્યું છે. યૂએન સિવાય WHO પણ મોદી સરકારના 21 દિવસના લોકડાઉનના પગલાને વ્યાપક અને મજબૂત ગણાવ્યું છે. પીએમ મોદીના રાષ્ટ્રના નામે સંદેશ અને સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલાની પ્રશંસા કરી છે.

યૂનાઇટેડ નેશન્સે ટ્વિટ કર્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર કોવિડ-19 સામેની લડાઇમાં ભારત સાથે એકજુટતા સાથે ઉભું છે. શેર કરેલા વીડિયોમાં રવિવારે ભારત દ્વારા લગાવવામાં આવેલા જનતા કફર્યુંની પ્રશંસા કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આવા સમયે સોશિયલ ડિસ્ટેસિંગ ઘણું જરુરી છે. સરકારનું પગલું પ્રશંસનિય છે. યૂએન ન્યૂઝના વીડિયોમાં રવિવારે ઘણા ખાલી રસ્તા અને શહેરી વિસ્તારોની તસવીરો પણ બતાવવામાં આવી હતી.

યૂએન ન્યૂઝે કહ્યું છે કે ભારતમાં કોવિડ-19 વૈશ્વિક મહામારીને રોકવા માટે 21 દિવસ બંધ છે. સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સી ડબલ્યુએચઓ સરકારને આક્રમક કાર્યવાહી કરવાની વિનંતી કરે છે. ભારતમાં ડબલ્યુએચઓના પ્રતિનિધિ હેંક બેકેડમે વૈશ્વિક મહામારીથી નિપટવામાં દેશના પ્રયત્નોની પ્રશંસા કરી હતી અને તેને વ્યાપક અને મજબૂત ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે બિમારીને રોકવા માટે નજર, પ્રયોગશાળીની ક્ષમતા મજબૂત કરવા સહિત ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીની સામાજિક દૂરી બનાવવાની અપીલને દેશભરમાં ઘણું સમર્થન મળ્યું છે.

(11:28 pm IST)