Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીત્યું હતું : કોરોના સામે 21 દિવસમાં જીતવા પ્રયાસ : વડાપ્રધાન મોદી

પીએમ મોદીએ પોતાના સંસદીય ક્ષેત્રના લોકોને કોરોના સામે લડવા માટે પ્રેરિત કર્યા

નવી દિલ્હીઃ વિશ્વભરમાં જીવલેણ મહામારીનું રૂપ ધારણ કરી ચુકેલા કોરોના વાયરસ સામે જંગનું એલાન કર્યા બાદ વડાપ્રધાન મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની જનતા સાથે સંવાદ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, નવરાત્રીના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આજે દેશ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે, તેવા સમયમાં તેમના આશીર્વાદની જરૂરીયાત છે. હું કામના કરુ છું કે તેમની કૃપાથી આ સંકટથી આપણે તેમના આશીર્વાદથી લડાઇ લડીશું. 

 પીએમ મોદીએ પોતાના સંસદીય ક્ષેત્રના લોકોને કોરોના વાયરસ સામે લડવા માટે પ્રેરિત કરતા કહ્યું કે, 21 દિવસમાં આપણે કોરોના વિરુદ્ધ આ લડાઈને જીતવી છે. તેમાં કાશીના લોકોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. સંકટના આ સમયમાં કાશી બધાનું માર્ગદર્શન કરી શકે છે. કાશીનો અર્થ જ છે શિવ. આ સંકટના સમયમાં કાશીના લોકો વિશ્વને શીખ આપી શકે છે. તેમણે કહ્યું કે, મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીતાયું હતું, આજે કોરોના વિરુદ્ધ જે યુદ્ધ દેશ લડી રહ્યો છે, તેમાં 21 દિવસ લાગવાના છે. આપણો પ્રયાસ છે કે તેને 21 દિવસમાં જીતી લેવામાં આવે. 

 પીએમ મોદીએ કહ્યું કે, કાશીના સાંસદ હોવાને નાતે મારે આવા સમયે તમારી વચ્ચ હોવું જોઈએ, પરંતુ તમે અહીં દિલ્હીમાં જે ગતિવિધિઓ થઈ રહી છે, તેનાથી પણ પરિચિત છો. અહીંની વ્યસ્તતા છતાં હું વારાણસી વિશે સતત મારા સાથીઓ પાસેથી અપડેટ લઈ રહ્યો છું. 

 પીએમ મોદીએ કાશી વાસીઓના સવાલોનો જવાબ આપતા કહ્યું કે, ક્યારેક-ક્યારેક લોકો જાણકારી આપતા પણ ભૂલ કરે છે. કોરોના સામે લડાઈમાં માત્ર સોશલ ડિસ્ટેન્સિંગ જ ઉપાય છે. તેનાથી પણ લોકો સ્વસ્થ થઈ રહ્યાં છે. તેના ઘણા ઉદાહરણ મળ્યા છે. તેમણે કહ્યું કે, દેશ કોરોના સામે લડાઈમાં લાગ્યા છે. તેમણે હેલ્પલાઇન નંબર પણ શરૂ કરી છે. તેમણે જણાવ્યું કે, 9013151515 વોટ્સએપ નંબર સાથે જોડાઇની સાચી જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. 

પીએમ મોદીએ કહ્યું કે, સંકટના આ સમયમાં સફેદ કપડામાં જોવા મળી રહેલા લોકો ઈશ્વરનું રૂપ છે. આ ડોક્ટર આપણે બચાવી રહ્યાં છે. 

(8:29 pm IST)