Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

બ્રિટનના પ્રિન્સ ચાલ્સ કોરોના પોઝિટિવ : કુલ ૪૨૨ના મોત

બ્રિટનમાં કેસોની સંખ્યા વધીને ૮૦૭૭ થઇ : કોરોના વાયરસના સકંજામાં હવે શાહી પરિવારના સભ્યો

નવી દિલ્હી, તા. ૨૫  : ખતરનાક કોરોના વાયરસના સકંજામાં દુનિયાના દેશોની સાથે સાથે બ્રિટન પણ આવી ચુક્યું છે. બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ કોરોના વાયરસ માટે પોઝિટિવ આવ્યા છે. તેઓ પહેલાથી જ સ્કોટલેન્ડમાં આઈસોલેશનમાં છે જ્યારે તેમના પત્નિ કેમિલા નેગેટિવ આવ્યા છે. થોડાક દિવસ પહેલા જ ચાર્લ્સની મુલાકાત મોનેકોના પ્રિન્સ એલ્બર્ટ સાથે થઇ હતી જે મોડેથી કોરોના પોઝિટિવ આવ્યા હતા. બ્રિટનમાં કોરોના વાયરસના પરિણામે ૪૨૨ લોકોના મોત થઇ ચુક્યા છે જ્યારે ૮૦૭૭ લોકો તેના સકંજામાં આવ્યા છે. ક્લેરેન્સ હાઉસના પ્રવક્તાએ કહ્યું છે કે, પ્રિન્સ ઓફ વેલ્સને કોરોના વાયરસ માટે પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. તેમની બિમારીના લક્ષણ દેખાયા હતા પરંતુ શરૂઆતમાં ધ્યાન અપાયું ન હતું. જો તેઓ હવે સ્વસ્થ છે. તેઓ હાલમાં ઘરથી જ કામ કરી રહ્યા છે. દ ચેઝ ઓફ કાર્નેવોલના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે પરંતુ તેમાં કોરોનાના કોઇ લક્ષણ આવ્યા નથી. સરકારી અને મેડિકલ સલાહના આધાર પર પ્રિન્સ હાલમાં બાલમોરલ કાસલમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

           બ્રિટનના મહારાણી એલિઝાબેઝ-૨ને પહેલાથી બર્મિગ્હામ પેલેસથી ખસેડી લેવામાં આવ્યા છે. તેમને વિન્ડસરમાં લઇ જવાયા છે. શાહી જવાબદારી છોડી ચુકેલા પ્રિન્સ હેરી અને તેમના પત્નિ મેગાન માર્કેલે સંદેશ આપ્યો છે કે, કોરોના વાયરસના પરિણામ સ્વરુપે માનસિક અને ભાવનાત્મકરીતે ટેન્શનમાં રહેલા લોકોને મદદ કરવાની તેમની ઇચ્છા છે. કોરોના સામે લડવા સંશાધનો અને સૂચના પાળવામાં આવે તે જરૂરી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને દેશમાં કોરોનાને ફેલાતા રોકવા માટે લોકોની અવર જવર પર પ્રતિબંધ લાદી દીધા છે. બોરિસે કહ્યં છે કે, કોઇપણ વડાપ્રધાન પોતાના લોકો પર આ પ્રકારના દબાણ લાવી શકે નહી પરંતુ સ્થિતિ એવી છે કે, હાલમાં પ્રતિબંધની જરૂર છે. ત્રણ સપ્તાહ માટે અવરજવર પર બ્રેક મુકવાનો અમલ બ્રિટનમાં જારી કરવામં આવ્યો છે. કોરોના વાયરસના કારણે સ્થિતિ વધુ વણસે તે પહેલા જ કઠોર નિયંત્રણો લાગૂ કરવામાં આવી રહ્યા છે. બ્રિટનમાં કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ૧૧૯ લોકો હજુ પણ ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. એક્ટિવ કેસોની સંખ્યા પણ બ્રિટનમાં ૭૨૨૦ જેટલી નોંધાયેલીછે.

બ્રિટનમાં કેસમાં વધારો

લંડન, તા. ૨૫ : ખતરનાક કોરોના વાયરસના સકંજામાં દુનિયાના દેશોની સાથે સાથે બ્રિટન પણ આવી ચુક્યું છે. બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ કોરોના વાયરસ માટે પોઝિટિવ આવ્યા છે. તેઓ પહેલાથી જ સ્કોટલેન્ડમાં આઈસોલેશનમાં છે જ્યારે તેમના પત્નિ કેમિલા નેગેટિવ આવ્યા છે. થોડાક દિવસ પહેલા જ ચાર્લ્સની મુલાકાત મોનેકોના પ્રિન્સ એલ્બર્ટ સાથે થઇ હતી જે મોડેથી કોરોના પોઝિટિવ આવ્યા હતા. બ્રિટનમાં કોરોના વાયરસના પરિણામે ૪૨૨ લોકોના મોત થઇ ચુક્યા છે જ્યારે ૮૦૭૭ લોકો તેના સકંજામાં આવ્યા છે. બ્રિટનમાં કોરોના કેસો નીચે મુજબ છે.

કુલ કેસો.................................................... ૮૦૭૭

કુલ મોતનો આંકડો....................................... ૪૨૨

રિકવર થયેલા લોકો..................................... ૧૩૫

એક્ટિવ કેસો............................................... ૭૫૨૦

ગંભીર દર્દીઓની સંખ્યા................................... ૨૦

(8:03 pm IST)