Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

વાહ...કોરોના સામે લડવા બજરંગ પુનિયાએ ૬ મહિનાનો પગાર કર્યો ડોનેટ

નવી દિલ્હી : કોરોના વાઇરસ સામે લડવા માટે અનેક બિઝનેસમેન, સેલિબ્રિટીઝ ધીમે-ધીમે આગળ આવી રહ્યા છે, જેમાં હવે બજરંગ પુનિયાનું નામ પણ ઉમેરાયું છે. કોરોના સામે લડવા માટે બજરંગ પુનિયાએ પોતાનો ૬ મહિનાનો પગાર ડોનેટ કર્યો છે. આ વિશે બજરંગે કહ્યું કે કોરોનાના દરદીઓના ઇલાજ માટે હું મારો ૬ મહિનાનો પગાર હરિયાણા ચીફ મિનિસ્ટર એમ. એલ. ખટ્ટરે શરૂ કરેલા રિલીફ ફન્ડમાં ડોનેટ કરું છું. રેસલર બજરંગ પુનિયા રેલવેમાં ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટીના પદે કામ કરે છે. ૨૦૧૯ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. બજરંગ પહેલાં ગૌતમ ગંભીરે પણ દિલ્હીની સરકારી હોસ્પિટલમાં કોરોનાના દરદીઓના ઇલાજ માટે ૫૦ લાખ રૂપિયા દાન કરવાની વાત કરી હતી.

(3:42 pm IST)