Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

અમેરિકામાં કોરોનાએ કહેર વર્તાવ્યો : મૃતાંક ૭૮૨ થયો

૨૪ કલાકમાં નવા ૪૪ કેસો : કેસોની સંખ્યા વધીને ૫૪,૮૬૭ થયો : WHOની ચેતવણી ઇટાલી પછી અમેરિકા મહામારીનું કેન્દ્ર

વોશિંગ્ટન, તા. ૨૫ : અમેરિકામાં કોરોના વાયરસની અસર પહેલા કરતા ઓછી થઇ છે પરંતુ હજુ પણ કાબુ મેળવી લેવામાં સફળતા મળી નથી. કેસોની સંખ્યા છેલ્લા ૨૪ કલાકમાં ૪૪ વધી ગઇ છે. આની સાથે જ કુલ કેસોની સંખ્યા વધીને ૫૪૮૬૭ સુધી પહોંચી ગઇ છે. અમેરિકામાં હાલમાં ગંભીર રહેલા દર્દીઓની સંખ્યા એક હજારથી ઉપર રહેલી છે. જેથી મોતનો આંકડો વધી રહ્યો છે. જર્મનીમાં પણ કેસોની સંખ્યામાં વદારો થઇ રહ્યો છે.

અમેરિકી તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા પગલાની અસર હવે દેખાઇ રહી છે.તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી અને સુવિધા હોવા છતાં અમેરિકામાં નવા નવા કેસો સપાટી પર આવી રહ્યા છે. દેશમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.અમેરિકામાં આરોગ્ય વિભાગના લોકો દિન રાત એક કરીને સ્થિતીને કાબુમાં લેવા પ્રયાસમાં છે. અમેરિકામાં પણ હવે અન્ય દેશોની જેમ લોકડાઉનનુ સંકટ તોળાઇ રહ્યુ છે. અમેરિકામા ઇમરજન્સીની જાહેરાત તો કરવામાં આવેલી છે. જો કે કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

અમેરિકામાં કેસોની સંખ્યા રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી રહી છે. અમેરિકી સેનેટે કોરોના વાયરસના કારણે સર્જાયેલા સંકટ વચ્ચે અમેરિકી કર્મચારીઓની મદદ માટે ૧૦૦ અબજ ડોલરના પેકેજની જાહેરાત કરી હતી. મોટી વયના લોકોને ખતરો વધારે દેખાઈ રહ્યો છે. કેસોની સંખ્યા જે રીતે વધી રહી છે તે જોતા અમેરિકામાં પણ હાલત કફોડી બની શકે છે. હાલમાં સૌથી વધારે પ્રભાવિત દેશોમાં ઇટાલી અને અમેરિકા રહેલા છે. સમગ્ર અમેરિકામાં લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિવિધ પગલા લઇ રહ્યા છે પરંતુ કોરોનાએ તેની પક્કડ વધારે મજબુત કરી દીધી છે. 

ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા જુદા જુદા પગલા લેવાઈ રહ્યા છે પરંતુ અમેરિકામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. નવી વેક્સિન શોધવા ઉપર કામ ચાલી રહ્યું છે પરંતુ હજુ સમય લાગશે. ઇટાલી બાદ અમેરિકામાં પણ જે રીતે કેસોની સંખ્યા વધી રહી છે તે જોતા  સમગ્ર દેશમાં હવે લોકડાઉનની સ્થિતી લાગુ કરવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. લોકડાઉનનો અર્થ એ થાય છે કે જરૂરી સેવા કરતા બાકી તમામ કામોને છોડીને ઘરમાં જ રહેવામાં આવે. યુરોપના કેટલાક દેશો હાલમાં લોકડાઉનની સ્થિતીમાંથી પસાર થઇ રહ્યા છે. અમેરિકામાં સ્થિતીને કાબુમાં લેવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેટલાક વિસ્તારમાં કેસો વધ્યા છે.

(3:41 pm IST)