Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન : કોરોના સંક્રમિતો ૫૮૫ : ૧૧ના મોત

મહારાષ્ટ્રમાં ૧૧૨ અને કેરળમાં ૧૦૫ કેસ : ૪૬ સાજા થયા : ગુજરાતમાં દર્દીઓની સંખ્યા ૩૮ : મિઝોરમમાં પ્રથમ કેસ નોંધાયો

નવી દિલ્હી તા. ૨૫ : ભારતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ગુજરાતમાં પણ તે મોટા પ્રમાણમાં પગપેસારો કરી રહ્યું છે ત્યારે મહત્વની વાત એ છે કે અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧ પણ કેસ નોંધાયો નથી. દેશભરમાં કોરાનાનો કહેર યથાવત છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ ૫૮૨ કેસ સામે આવી ચુકયા છે અને કોરોનાના કારણે ૧૧ લોકોના મોત થયા છે. લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૩૮ કેસ પોઝિટિવ આવ્યા છે. મણીપુર બાદ મિઝોરમમાં પણ પ્રથમ કેસ નોંધાયો.

દેશમાં સતત વધી રહેલ કોરોના વાયરસના કેસ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવાર સાંજે ફરી એક વખત દેશને સંબોધિત કર્યો હતો. પીએમ મોદીએ ૮ વાગ્યે પોતાનું રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ૩ અઠવાડિયા સુધી એટલે કે આજે મોડી રાત્રે ૧૨ વાગ્યાથી ૨૧ દિવસ સુધી દેશમાં લોકડાઉન રહેશે તેવી જાહેરાત કરી છે.

કોરોના વાયરસની ઝપેટમાં આવીને વધુ એક દર્દીનું તમિલનાડુમાં ૫૬ વર્ષીય વ્યકિતનું મોત થયું છે. તમિલનાડુમાં કોરોના વાયરસથી મોતનો પહેલો કિસ્સો છે. મહત્વનું એ છે કે આ વ્યકિત વિદેશ ગયો નહોતો. ૨૩ માર્ચના રોજ કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ બાદ તેની સારવાર રાજાજી હોસ્પિટલમાં ચાલી રહી હતી.ઙ્ગ

કોરોના વાયરસથી અત્યાર સુધીમાં ૧૧ના મોત થયા છે. મુંબઇમાં કોરોનાથી ત્રીજા જયારે દિલ્હીમાં બીજા દર્દીનું મોત થયું છે. તેમ છતાં મંગળવારના આંકડાઓ પર નજર નાંખીએ તો એક પોઝિટિવ સમાચાર સામે આવી રહ્યાં છે. ખરેખર તો આ દિવસે કુલ ૬૪ નવા કેસ નોંધાયા છે, જે સોમવાર કરતાં ઘણા ઓછા હતા.

ઉલ્લેખનીય છે કે સોમવારના રોજ કોરોનાના ૯૯ કેસ નોંધાયાં હતા. એનો મતલબ છે કે હાલના તબક્કે આ આંકડાઓમાં ઘટાડો જોવા મળ્યો છે. જે ભારત માટે એક રાહતભર્યા ખુશખબર છે. જો કે હાલમાં ભારતમાં દર્દીઓની કુલ સંખ્યા ૫૮૨ છે.

ભારત માટે રાહતની એ વાત છે કે અત્યાર સુધીમાં ઇલાજ બાદ ૪૮ કોરોના વાયરસના દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. સોમવાર સુધી આ સંખ્યા ૩૫ હતી, જેમાં ઝડપથી વૃદ્ઘિ જોવા મળી છે. આરોગ્ય મંત્રાલયે દિલ્હીમાં એક મોતની પુષ્ટી કરી.

કેરળમાં મંગળવારનારોજ સૌથી વધારે ૧૪ કેસ સામે આવ્યાં હતા. આ સૌથી વધારે કેસવાળા રાજય તરીકે મહારાષ્ટ્ર કરતા આગળ નીકળી ગયું છે. મહારાષ્ટ્રમાં ૧૧૨ કેસ છે, જયારે કર્ણાટકમાં ૯, ઉત્તર પ્રદેશમાં ૪, તેલંગાણા અને તામિલનાડુમાં ૩-૩ કેસ સામે આવ્યાં છે. બંગાળ અને જમ્મૂ-કાશ્મીરમાંથી બે-બે અને આંધ્ર પ્રદેશમાંથી એક નવો કેસ સામે આવ્યો છે.

રાજ્યવાર કોરોનાના આંકડા

મહારાષ્ટ્ર

૧૧૨

કેરળ

૧૦૫

આંધ્ર પ્રદેશ

બિહાર

છત્તીસગઢ

દિલ્હી

૩૦

ગુજરાત

૩૮

કર્ણાટક

૪૧

રાજસ્થાન

૩૦

પંજાબ

૨૯

(3:40 pm IST)