Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

૨૭ વર્ષ ૩ મહિના ૨૦ દિવસ બાદ ટેન્ટથી મંદિર પહોંચ્યા રામલલા

ખાસ સિંહાસન પર વિરાજમાન થયા રામલલા : યોગી આદિત્યનાથે આપ્યો ૧૧ લાખનો ચેક

અયોધ્યા, તા.૨૫: અયોધ્યાના રાજા ભગવાન રામલલાને ૨૭ વર્ષ, ૩ મહિના અને ૨૦ દિવસ બાદ બુધવારે અસ્થાયી મંદિરમાં પ્રતિસ્થાપિત કરી દેવામાં આવ્યા છે. આ અવસર પર રામલલાના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ ભાવુક થઈ ગયા હતા.

૬ ડિસેમ્બર ૧૯૯૨એ અયોધ્યામાં થયેલી દુર્દ્યટના બાદ ભગવાન રામલલાની તે સમયે જ સ્થાપના કરી દેવાઈ હતી. અસ્થાયી મંદિરમાં ભગવાન રામલલાના પ્રવેશ સાથે જ તેમના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ ખુશ જાણાયા. અમારા સહયોગી નવભારત ટાઈમ્સ સાથે વાત કરતા તેમણે કહ્યું, આ મંદિર ભલે અસ્થાયી લાગે પરંતુ ખૂબ જ સુંદર છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં આ કાર્ય સંપન્ન થયું હતું. ભગવાન રામલલા ટેન્ટમાં હતા, પરંતુ આજે તેમના માટે એસીની પણ વ્યવસ્થા કરાઈ હતી.

ફાઈબરનું નવું મંદિર ૨૪*૧૭ વર્ગ ફૂટ આકારના સાડા ૩ ફૂટ ઊંચા ચબુતરા પર સ્થાપિત છે. તેના શિખરની ઉંચાઈ ૨૫ ફૂટ છે. બધી તરફ સુરક્ષા માટે મજબૂત જાળીનું કવચ બનેલું છે. શ્રદ્ઘાળુઓના દર્શન માટે ત્રણ ભાગમાં થઈને પસાર થવું પડશે. જેની લંબાઈ માત્ર ૪૮ મીટરની હશે. સુરક્ષાને લઈને સમગ્ર રસ્તામાં એલઈડીના બલ્બના પ્રકાશની વ્યવસ્થા કરાઈ છે. ફાઈબર મંદિરની દિવાલ મલેશિયાના ઓકના ઝાડના લાકડામાંથી બનાવાઈ છે.

૨૫ ફૂટ લાંબા ૧૭ ફૂટ પહોળા અને ૧૯ ફૂટ ઉંચા ભવન પર ૨૭ ઈંચનું શિખર છે. આ ભવનની બહારની દિવલા જર્મન ફાઈન અને અંદર રશિયન સ્તુનિયા શહેરની ફાઈલ લાગેલી છે. લાકડા જેવા દેખાતા આ મંદિરની ત્રણેય બાજુએ કાચ લાગેલો છે. ભવનની ખાસિયત છે કે તેમાં તાપમાનની કોઈ અસર નથી થતી. અસ્થાયી મંદિરમાં ૫ ફૂટની શ્રદ્ઘાળુઓ માટે ગેલેરી બનાવાઈ છે. સામથી દર્શન માટે રંગ મંડપ બનેલો છે. મંદિરની ચારેય બાજુ રામાયણના પ્રસંગોના ચિત્ર છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભગવાન રામલલાને અસ્થાયી મંદિરમાં શિફ્ટ કર્યા. આ અસ્થાયી મંદિર રામ જન્મભૂમિ પરિસરમાં માનસ ભવન નજીક બનાવાયું છે. ભગવાન રામલલા અહીં મંદિર નિર્માણનું કાર્ય પૂરું થાય ત્યાં સુધી રહેશે. આટલું જ નહીં મંદિર નિર્માણ માટે યોગી આદિત્યનાથે ૧૧ લાખ રૂપિયાનો ચેક આપ્યો છે.

ભગવાન રામલલાને પ્રતિસ્થાપિત કરાયા બાદ તેમની વિશેષ આરતી કરાઈ. બુધવરે સવારે બ્રહ્મ મહૂર્તમાં લગભગ ૪ વાગ્યે શ્રીરામજન્મભૂમિ પરિસરમાં સ્થિત ગર્ભગૃહમાં રામલલાને સ્નાન અને પૂજા-અર્ચના બાદ અસ્થાયી મંદિરમાં શિફ્ટ કરી દેવામાં આવશે. મંદિરમાં રામલલાને વિરાજમાન કરવા અયોધ્યાના રાજ પરિવારમાંથી ચાંદીનું સિંહાસન ભેટ કરવામાં આવ્યું હતું. જેને જયપુરમાં સાડા નવ કિલો ચાંદીથી તૈયાર કરાયું હતું.

(3:32 pm IST)