Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

રશિયામાં 7.5 ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ : પછી સુનામી આવવાની આશંકા

કુરિલ આઈલન્ડથી લગભગ 218 કિમી દૂર સાઉથ-ઈસ્ટના સેવેરોમાં કેન્દ્રબિંદુ

નવી દિલ્હી: સમગ્ર વિશ્વ અત્યારે કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહયું છે, તો બીજી તરફ રશિયામાં અન્ય એક મુશ્કેલીમાં ઘેરાયું છે. રશિયામાં ભૂકંપના ઝટકા જોવા મળ્યા છે. રશિયામાં આવેલા આ ભૂકંપના આંચકા 7.5 રિક્ટર સ્કેલના હોવાનું સામે આવ્યું છે. જેનું કેન્દ્ર રશિયાના કુરિલ આઈલન્ડથી લગભગ 218 કિમી દૂર સાઉથ-ઈસ્ટના સેવેરોમાં મળ્યું છે.

રશિયામાં આવેલો આ ભૂકંપના આંચકા સ્થાનિક સમય મુજબ જોઈએ તો, ત્યાં બુધવારના બપોરે અનુભવાયા હતા. ભૂકંપ બાદ અહીં સુનામી આવવાના પણ અણસાર આપ્યા છે. તાજેતરમાં પ્રાપ્ત વિગતો પ્રમાણે જોઈએ તો, હજૂ સુધી કોઈ જાનહાનીની ખબર આવી નથી.

(2:42 pm IST)
  • રાજકોટમાં વાદળછાયુ વાતાવરણઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક સેન્ટરોમાં આજથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે : આજથી શુક્રવાર સુધી કોઈ - કોઈ સ્થળોએ માવઠાની સંભાવના છે access_time 11:54 am IST

  • નરેન્દ્રભાઈના વડપણ હેઠળ કેન્દ્રીય કેબીનેટ બેઠક ચાલું છે : અેકબીજાથી અંતર રાખતા નજરે પડ્યા access_time 12:19 pm IST

  • પોરબંદરમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવ્યો આજે કુલ ૧૨ને ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા તે પૈકી ૧ને કોરોનાના લક્ષણો દેખાતા તેના લોહીના નમૂનાની તપાસ કરવામાં આવતા તેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો access_time 5:32 pm IST