Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

(યાદેવી શકિત રૂપેણ સંસ્થિતા)

નવરાત્રી પર્વમાં અખંડ દીપ

આરાધુ કલ્યાણી મા ભગવતી સર્વેશ્રેષ્ઠી અંબિકા વાગીશા વરદાયિની વસુમતિ કલ્યાણીને કાલિકા, વારાહી, મહિષાસુરાર્દિની શિવાધાત્રી ક્ષમા પાર્વતી એવા શ્રી કલ્યાણીમાં ! કરી કૃપા આપો સદા સન્મતિ.

નવરાત્રી પર્વમાં ભકતજનો મા ચંડીકા માં દુર્ગા, મા ભુવનેશ્વરી કે પછી મા ગાયત્રી, કે કલ્યાણીમાં...! ભકતોની વહાલસોયી માતાના ચરણોમાં શિશ નમાવી તેમની આરાધના કરે છે.

ભકતજનો પોતાના ઘરના મંદિરમાં કે પછી અન્ય મંદિરમાં નવરાત્રી પર્વ નિમિત્તે અખંડદીપ રાખે છે.આ અખંડદીપને નવ દિવસ સુધી અખંડ રાખવાની અને તેની પુરી જાળવણી કરવી એ પણ એક તપ છે...!

કયારેક કોઇ આકસ્મિક કારણોસર અખંડ દીપ બુઝાય તો કેટલાક ભકતો અનેક જાતની શંકા કુશંકા કરવા લાગે છે. એમને એવો વહેમ થાય છે કે, આ અશુભ છે.

પંરંતુ એ યોગ્ય નથી. કોઇ કારણસર અખંડ દીપ બુઝાય તો તેને ચોવીસ મીનીટમાં ફરી પાછો પ્રજવલિત કરી શકાય અને જો આમ થઇ શકે તો એ અખંડ દીપ જ ગણાય છે. પરંતુ માનો કે વધુ સમય માટે દીપ બુઝાયો તો શંકાને કોઇ કારણ નથી. કે નુકસાનકારક પણ નથી.

અખંડ દીપ જ્યોત પાસે બેસીને જે મંત્રોચ્ચાર થાય છેતે સીધા સુર્ય ભગવાનના પ્રકાશ મંડળ પહોંચી જાય છે. અને એજ પ્રકારના પરમાણુ અને સુર્યના કિરણ સમુહમાં હોય છે.

અખંડ દીપ, કે. સાત્વિક મંત્ર સાધનામાં ગાયનું ઘી વાપરવુ જોઇએ ગાયનું દુધ, કે દહીનો ઉપયોગ મંત્ર સાધનામાં થઇ શકે.

ગાયના ઘીના દીપથી અને સુર્યનારાયણના તેજના પરમાણું એક સરખા હોય છે, મતલબ કે ગાયના ઘીના દીપની જ્યોતી પાસે બેસીને જે મંત્રોચ્ચાર થાય તે સીધો સુર્ય નારાયણના પ્રકાશ મંડળમાં પહોંચે છે. જેટલા વેગથી મંત્ર બળ રવિ-રસ્મિમાં પ્રવેશે તેટલી જ ત્વરાથી અને શકિતથી કાર્ય સિદ્ધિ અને ફળપ્રાપ્તિ થાય છે.આવા અનેક સબળ કારણોને લીધે ગૌદુધ ગૌધૃત, કે ગાયનું ઘી અખંડ દીપ, પુજન, અર્ચન, યજ્ઞમાં વાપરવામાં આવે છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(11:28 am IST)
  • પાકિસ્તાનમાં ૧ હજારથી વધુ કેસો : ૭ મોત :કોરોના બેફામ બન્યો access_time 3:18 pm IST

  • ગુજરાતમાં કોરોના વાયરસના 36 કેસ નોંધાયા: વધુ 7 પોઝિટિવ કેસ : અમદાવાદમાં -13,વડોદરામાં -7,સુરતમાં -6, ગાંધીનગરમાં -6 કચ્છમાં-1 અને રાજકોટમાં 3 કેસ નોંધાયા : વડોદરાના નિઝમપુરામાં વધુ એક પોઝિટિવ રિપોર્ટ :યુવાનના પિતા શ્રીલંકા ફરવા ગયા હતા અને પોઝીટીવ રિપોર્ટ આવેલ છે access_time 8:57 am IST

  • શિયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રીઝવીની તબિયત બગડી : શ્વાસ લેવાની તકલીફ : કોરોના હોવાનો ભયઃ ચરક હોસ્પિટલમાં દાખલ : કોરોના ટેસ્ટના સેમ્પલ લીધા : થોડા સમય પૂર્વે જ વિદેશયાત્રા કરીને પરત આવ્યા હતા access_time 4:09 pm IST