Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી : કોરોના વાયરસના કારણે બંધ પાળવાથી દેશ થઇ શકે છે બરબાદ

ટ્રમ્પે કોરોના વાયરસના કારણે દેશમાં લાગુ બંધમાં છૂટછાટ આપવાના નિર્ણયનો બચાવ કર્યો

વોશિંગટન તા. ૨૫ : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ કોરોના વાયરસના કારણે દેશમાં લાગુ બંધમાં છૂટછાટ આપવાના નિર્ણયનો મંગળવારે બચાવ કર્યો. સાથોસાથ તેઓએ ચેતવણી પણ આપી કે બંધના પગલાથી દેશ બરબાદ થઈ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઘણા બધા લોકો મારી વાતથી સહમત નથી. આપણો દેશ બંધ માટે નથી બન્યો. તમે બંધ કરીને દેશને બરબાદ કરી શકો છો. રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે સંકટગ્રસ્ત અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સામાજિક મેળ-મિલાપથી અંતર અને પૃથક રહેવાના ઉપાયને ખતમ કરવામાં આવે કે નહીં તેની સમીક્ષા માટે તેઓ આવતા સપ્તાહે સ્થિતિનું આકલન કરશે.

તેઓએ કહ્યું કે, આપણે બોઇંગને ન ગુમાવી શકીએ, આપણે આ કંપનીઓને ન ગુમાવી શકીએ. જો આપણે આ કંપનીઓને ખતમ કરીએ છીએ તો તેનો અર્થ છે કે આપણે હજારો, લાખો નોકરીઓને દાવ પર લગાવી રહ્યા છીએ. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ચેતવણી આપી કે કોરોના વાયરસના કારણે બંધ એક દેશને બરબાદ કરી શકે છે.

કોરોના વાયરસના કારણે અમેરિકામાં એક દિવસમાં ૧૩૦થી વધુ લોકોનાં મોત થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આવશ્યક મેડિકલ આપૂર્તિ અને ખાનગી સુરક્ષા ઉપકરણોની જમાખોરી રોકવા માટે એક સરકારી આદેશ પર સહી કરી છે. આવું પહેલીવાર છે જયારે દેશમાં એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. સોમવાર સુધી અમેરિકામાં ૪૩,૭૦૦ લોકોમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ હતી. તેમાંથી ૧૦,૦૦૦ મામલો માત્ર એક દિવસમાં સામે આવ્યા. કોવિડ-૧૯ (COVID-19)ના આંકડા એકત્ર કરી રહેલી વેબસાઇટ વર્લ્ડોમીટરે આ જાણકારી આપી છે.

(11:16 am IST)