Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ખુંખાર કોરોના વીન્ડીઝ - ઝીમ્બાબ્વેનો વાળ પણ વાંકો ન કરી શકયો

નવી દિલ્હી તા. ૨૫ : મોટાભાગના દેશોમાં કોરોનાએ તેનો કહેર મચાવી દીધો છે. વિશ્વના તમામ દેશો તેનાથી બચવા અને તેનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ભરપુર પ્રયાસો કરી રહ્યા છે. તો ભારતમાં પણ કોરોના વધુ જાનલેવા સાબિત ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે વિવિધ પગલાંઓ લેવાઈ રહ્યા છે. જોકે નવાઈની વાત એ છે કે, વિશ્વના માત્ર બે જ દેશ એવા છે જયાં કોરોનો તેમનો વાળ પણ વાંકો કરી શકયો નથી. આ વાયરસથી અડધાથી વધુ દેશો પરેશાન થઈ ગયા છે.

આ વાયરસે ચીનમાં તો ખુંખાર બનીને કહેર વરસાવ્યો છે, તો તેનાથી ઈટાલી પણ બાકાત નથી. એવામાં બે દેશો એવા છે જયાં વાયરસની કોઈ અસર જોવા મળી નથી અને તે છે વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે.

વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે બે એવા દેશ છે, જયાં ગરમી વધુ હોવાથી કોરોના તેનો પગપેસારો કરી શકયું નથી. અહેવાલો અનુસાર, જે દેશમાં વધુ ગરમી હોય તે દેશોમાં આ વાયરસ ફેલાઈ શકતો નથી.

(11:14 am IST)