Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

લીબિયાનેે ઓઇલ શટડાઉનને પગલે ૩.૫ અબજ ડોલરની ખોટ

વિરોધી દળોએ નિકાસ ટર્મિનલ જપ્ત કરી લીધા : દરરોજ ૧૧ લાખ ડોલરનું નુકસાન

કેરો : કોરોના વાઇરસને કારણે સમગ્ર વિશ્વના દેશોને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થઇ રહ્યું છે ત્યારે યુદ્ધ ગ્રસ્ત લીબિયા પણ તેમાથી બાકાત નથી. ઓઇલની વપરાશ અને ઉત્પાદન ઘટવાને કારણે લીબિયાનેં નુકસાન થયું છે. બીજી તરફ લિબિયન સરકારના વિરોધી દળોએ નિકાસ ટર્મિનલ જપ્ત કરી લેતા લીબિયાને ૩.૫ અબજ ડોલરનું નુકસાન થઇ રહ્યું છે.

 લિબિયાની મુખ્ય ઓઇલ ઉત્પાદક કંપની નેશનલ ઓઇલ કોર્પોરેશને એક નિવેદનમાં જણાવ્યું છે કે ઓઇલનું ઉત્પાદન ઘટીને ૯૫,૮૩૭ બેરલ પ્રતિ દિવસ થઇ ગયું છે.

લિબિયાના પૂર્વમાં આવેલા દળોના વિશ્વાસુ લોકોએ વિશાળ નિકાસ ટર્મિનલ જપ્ત કરી લીધા છે જેના કારણે લીબિયાને સરકારને મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે.

નેશનલ ઓઇલ કંપનીના જણાવ્યા અનુસાર દરરોજ ૧૧ લાખ ડોલરનું નુકસાન થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઓઇલ લિબિયાની જીવાદોરી છે.

નેશનલ ઓઇલ કોર્પોરેશને વધુમાં જણાવ્યું છે કે બ્લોક દૂર કરવા માટે ૩૦ કરોડ ડોલર ખર્ચ કરવામાં આવ્યો છે. જો કે લિબિયામાં કોરોના વાઇરસનો કોઇ કેસ સામે આવ્યો નથી પણ સરકારે આ વાઇરસનો પ્રકાર અટકાવવા માટે પગલા ભરવાનું શરૃ કરી દીધું છે.

(10:04 am IST)