Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

દેશભરમાં લૉકડાઉનઃ બેંગ્લોર પોલીસે માનવતા મહેકાવી : તમામ બેઘર લોકોને ભોજન કરાવાયું

કેટલાક લોકોને એકઠા થયેલા દેખાયા પૂછપરછમાં ફસાયેલ જણાતા તમામને ખવરાવ્યું

બેંગ્લોરઃ કોરોનાવાઈરસના નિયંત્રણ માટે આજે રાતે 12 વાગ્યે આખા દેશમાં 21 દિવસનું લૉકડાઉન કરવામાં આવ્યું છે. અગાઉ બેંગ્લોર સિટી પોલીસનો એક માનવીય ચેહરો જોવા મળ્યો હતો , રાજ્યવ્યાપી પ્રતિબંધોને પગલે રસ્તા કાંઠે રહેતા ગરીબોને પોલીસે મફતમાં ખોરાક વહેંચ્યો. જેની ચારોતરફ પ્રશંસા થઈ રહી છે.

 

 કર્ણાટકમાં કોરોનાવાઈરસના ચાર નવા મામલાની પુષ્ટિ થયા બાદ મંગળવારે રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા 41 થઈ ગઈ છે

શહેરમાં એક જગ્યાએ જ્યારે પોલીસને કેટલાક લોકો એકઠા થઈને ઉભા દેખાયા. પોલીસે પૂછપરછ કરી તો તેઓ રોજમદાર મજૂર, બેઘર અને લૉકડાઉનને કારણે ફસાય ગયેલા લોકો છે. જે બાદ પોલીસે માનવતા દેખાડતા આ તમામને ખાવાનું ખવડાવ્યું.હતું 

(8:56 am IST)