Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

દેશમાં ત્રણ મહિના સુધી ATMમાંથી પૈસા કાઢવાનો ચાર્જ અને બેંકમાં મિનિમમ બેલેન્સનો નિયમ નહીં

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસનો કહેર વધતો જઈ રહ્યો છે. 30 જેટલા રાજ્યો લોકડાઉન કરવામાં આવ્યા છે. ત્યારે આ પરિસ્થિતિની વચ્ચે ટેક્સ રિર્ટનને લઈને નાણામંત્રીએ મોટી રાહતની જાહેરાત કરી છે. ટેક્સ રિટર્નને લઈને તારીખ 30 જૂન કરવામાં આવી હતી. જ્યારે 3 મહિના સુધી ATMમાંથી પૈસા કાઢવાનો ચાર્જ અને બેંકમાં મિનિમમ બેલેન્સનો નિયમ લાગુ નહીં પડે.

(8:55 am IST)
  • ટેસ્ટીંગની સરખામણીએ ખૂબ ઓછી વસ્તી ધરાવતા સાઉથ કોરિયામાં અત્યાર સુધી 2 લાખ 70 હજાર વ્યક્તિઓનૂ ટેસ્ટીંગ કરાયું : જ્યારે ભારતમાં 18 માર્ચ સુધી 12 હજાર લોકોનું જ ટેસ્ટિંગ થયું access_time 1:51 pm IST

  • અફઘાનિસ્તાન : કાબુલમાં આવેલ શીખ ગુરૂદ્વારા ઉપર આતંકી એટેક : ૨૫ શીખ શ્રદ્ધાળુ માર્યા ગયા : ઘણા ગંભીર અફઘાન દળોએ ચારેય ત્રાસવાદીને ફૂંકી માર્યા access_time 4:09 pm IST

  • લોકડાઉનમાં ઘરે જ મંગાવો પૈસા : આઈસીઆઈસીઆઈએ સુવિધા શરૂ કરી : આઈસીઆઈસીઆઈ બેંકની વેબસાઈટ મુજબ, ઘર રોકડ ડિલીવરી માટે બેંકની વેબસાઈટ પર Bank@homeservice લોગ ઈન કરી કે કસ્ટમર કેરમાં ફોન કરી સુવિધાથી જોડાઈ શકો છો. રોકડ મંગાવવા સવારે ૯ વાગ્યાથી બપોરે ૨ વાગ્યાની વચ્ચે અનુરોધ કરી શકે છે. બે કલાકની અંદર આપના જરૂરીયાતના રૂપિયા મળી જાય છે. તેના દ્વારા બે હજારથી લઈને બે લાખ રૂપિયા સુધી મંગાવી શકાય છે. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એકિસસ, કોટક જેવી અનેક બેંક ગ્રાહકો માટે આ સુવિધા આપે છે. access_time 3:19 pm IST