Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

એક્સિસ દ્વારા લડતમાં ૧૦૦ કરોડનું ફંડ આપવાની જાહેરાત

એક્સિસ બેંક કોરોના સામે લડવા દેશની સાથે : બેંક દ્વારા ફાઇનાન્સિયલ-નોન-ફાઇનાન્સિયલ વ્યવહારો પર ૨૩થી ૩૧ માર્ચ સુધી તમામ ચાર્જ માફ કરવા નિર્ણય

અમદાવાદ,તા. ૨૪ : ગુજરાત સહિત દેશભરમાં હવે સમુદાયોમાં કોવિડ-૧૯ના પ્રસારને કારણે બદલાયેલી સ્થિતિને કારણે એક્સિસ બેંકે ગ્રાહકો, કર્મચારીઓ, વિક્રેતાઓ, સરકારી સંસ્થાઓ અને કોરોના વાયરસના પ્રસારને નિયંત્રણમાં લેવા સંપૂર્ણ સમુદાયને ટેકો આપવા રૂ. ૧૦૦ કરોડનું ફંડ અંકિત કર્યું છે. કોરોનાના કહેર વચ્ચે એકિસસ બેંકે તેની સામાજિક સેવાની પહેલને ખરા અર્થમાં ચરિતાર્થ કરવાનો પ્રયાસ કર્યો હતો. એક્સિસ બેંક દેશમાં . કરોડથી વધારે ગ્રાહકો સુધી પોતાની પહોંચ ધરાવે છે. ગ્રાહકો અને સંપૂર્ણ દેશને ટેકો આપવા માટે એક્સિસ બેંકે સેવિંગ્સ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ અને પ્રીપેઇડ કાર્ડ ગ્રાહકો (જ્યાં લાગુ પડે ત્યાં)માટે ઓનલાઇન આઇએમપીએસ અને એટીએમ ફાઇનાન્સિયલ તથા નોન-ફાઇનાન્સિયલ વ્યવહારો પર ૨૩ માર્ચથી ૩૧ માર્ચ, ૨૦૨૦ સુધી (બંને દિવસો સાથે) ચાર્જીસ માફ કરવાનો નિર્ણય લીધો છે.

          એક્સિસ બેંકના એમડી અને સીઇઓ અમિતાભ ચૌધરીએ જણાવ્યું હતું કે, એક્સિસ બેંક તાજેતરનાં સમયનાં સૌથી મોટા જોખમ સામેની લડાઈમાં દેશ સાથે છે. તબક્કે લોકો સાથે જોડાણ કરવું, એમને ટેકો આપવા અને સંપૂર્ણ સમુદાયની સાથે રહેવું આપણી રોગચાળા સામેની લડાઈમાં અતિ મહત્ત્વપૂર્ણ છે. હું દેશના પ્રધાનમંત્રીના સોશિયલ ડિસ્ટન્સિંગના, સંયમ અને સંકલ્પ દાખવવાના સંદેશ પર ભાર મૂકું છું. તમામ ગ્રાહકોને મારી અપીલ છે કે, અમારા વિસ્તૃત ડિજિટલ સોલ્યુશનનો ઉપયોગ કરે, જેથી શારીરિક આદાનપ્રદાનમાં ઘટાડો થાય. અમે અમારા ગ્રાહકોને સતત અને સુવિધાજનક બેંકિંગ સેવાઓ આપવા વિવિધ વ્યવહારો પર ચાર્જીસ માફ કર્યા છે. અમે મહત્ત્વપૂર્ણ તબક્કે દેશ અને જનતાને ટેકો આપવાના અમારા પ્રયાસો જાળવી રાખીશું.

         ઉલ્લેખનીય છે કે, એક્સિસ બેંક ભારતમાં ખાનગી ક્ષેત્રની ત્રીજી મોટી બેંક છે. એક્સિસ બેંક લાર્જ અને મિડ-કોર્પોરેટ, એસએમઇ, કૃષિ અને રિટેલ બિઝનેસને આવરી લેતાં ગ્રાહક સેગમેન્ટની સંપૂર્ણ સેવાઓ ઓફર કરે છે. તા.૩૧ ડિસેમ્બર, ૨૦૧૯નાં રોજ દેશમાં પોતાની ,૪૧૫ સ્થાનિક શાખાઓ (એક્ષ્ટેન્શન કાઉન્ટર્સ સહિત) અને ૧૨,૧૭૩ એટીએમનાં નેટવર્ક સાથે એક્સિસ બેંક ,૫૨૧ કેન્દ્રોમાં કામગીરી ધરાવે છે, જે બેંકને વિવિધ ઉત્પાદનો અને સેવાઓ સાથે વિવિધ વર્ગના ગ્રાહકો સુધી પહોંચવા સક્ષમ બનાવે છે.એક્સિસ ગ્રુપમાં એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, એક્સિસ સીક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ ફાઇનાન્સ, એક્સિસ ટ્રસ્ટી, એક્સિસ કેપિટલ, ફ્રીચાર્જ અને એક્સિસ બેંક ફાઉન્ડેશન સામેલ છે.

(12:00 am IST)