Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

પર્યાવરણ વિદ ટેરીના સંસ્થાપક અને પૂર્વ પ્રમુખ આર.કે. પચોરીનુ નિધન

     પર્યાવરણવિદ અને ટેરીના સંસ્થાપક અને પૂર્વ પ્રમુખ  રાજેન્દ્ર પચોરીનુ નિધન થયુ છે.  તે ૭૯ વર્ષના હતા. પચોરી લાંબા સમયથી બિમાર હતા. અને દિલ્લીની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા.  અને એમની ઓપન હાર્ટસર્જરી પણ થઇ હતી. ટેરીના ચેરમેન નીતિન દેસાઇએ કહ્યું છે કે હુ વૈશ્વિક સ્થાયી વિકાસનુ લક્ષ્ય વધારવામા એમનુ ખાસ યોગદાન રહ્યું છે.

પચોરી ર૦૦ર થી ર૦૧પ સુધી આઇપીસીસીના ચેરમેન રહ્યા એમના કાર્યકાળ દરમ્યાન આઇપીસીસી અને પૂર્વ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ અલગોરને નોબેલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.  પર્યાવરણ પ્રત્યેના એમના યોગદાન માટે પચોરીને વર્ષ ર૦૦ ૧ મા પદ્મભુષણ અને વર્ષ ર૦૦૮  માં પદ્મવિભૂષણથી સમ્માન કરવામા આવ્યું હતુ.

(11:52 pm IST)