Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

હવે ચંદ્ર પર પણ બનશે ઘર

ભારતીય વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર મકાન બાંધવાની ઇંટો કરી તૈયાર

ચંદ્રની યાત્રાથી માંડીને ત્યાં જમીન ખરીદવાના સમાચારો આવતા જ રહે છે. ચોખ્ખી વાત છે કે જયારે માણસ ચંદ્ર પર જમીન ખરીદશે તો ત્યાં રહેવાનું પણ વિચારશે. રહેવા માટે મકાનની જરૂર પડશે, જેને બનાવવા માટે ઇંટ, સીમેન્ટની પણ જરૂર પડશે. કેવી હશે એ ઇંટ? શું ધરતીની ઇંટનો ઉપયોગ ચંદ્ર ઉપર થઇ શકશે? વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોઇપણ ગ્રહ પર કોઇપણ બાંધકામ માટે તે ગ્રહના મટીરીયલનો ઉપયોગ થાય તો તે સારૃં પડે છે કેમકે તે ત્યાંના વાતાવરણને અનુ કૂળ હોય છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સીઝ અને ઇસરોએ મળીને ''સ્પેસ બ્રિક''નું નિર્માણ કર્યું છે જે ખાસ કરીને ચંદ્ર પર કોઇપણ પ્રકારના મકાન અથવા ઇમારત ઉભી કરવામાં કામિયાબ થશે. આ સ્પેસ બ્રિક બનાવવા માટે ભારતીય વૈજ્ઞાનિકોએ લૂનર સોઇલ સિમૂલન્ય (ચંદ્ર પર મળતી માટી જેવી) નો ઉપયોગ કર્યો છે. આ માટી ઇસરોએ તૈયાર કરી છે, જેને ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સીઝની એક યુવા વૈજ્ઞાનિક ટીમે ેવલોપ કરી છે. લગભગ ૩-૪ વર્ષની મહેનત પછી આવી ઇંટો બનાવવામાં સફળતા મળી છે, જે ખાલી મજબૂત જ નથી પણ ટકાઉ પણ છે.

એટલે જયારે ચન્દ્ર પર કોઇ ઇમારત ઉભી કરવામાં આવશે તો તે ધરતી પરની કોઇ ઇમારત જેટલી જ મજબૂત બનશે. જ ોકે આ પ્રયોગમાં હજુ પણ પ્રગતિની ઘણી સંભાવનાઓ બાકી છે. સ્પેસ સાયન્સ સાથે સંકળાયેલા ઘણા દેશ આ પ્રકારની ઇંટો બનાવવા ઉપર કામ કરી રહ્યા છે પણ વર્તમાનમાં એમ કહી શકાય તેમ છે કે આ સૌથી સફળ પ્રયોગ છે.

(4:20 pm IST)