Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ITCએ સિગારેટ પર ર૦ ટકા સુધી ભાવ વધાર્યા

બજેટમાં ડયુટી વધારવાની જાહેરાતના પગલે આઇટીસીએ ભાવ વધારવા અંગે નિર્ણય કર્યો

નવી દિલ્હી, તા. ૧૩ :  આઇટીસી લિમિટેડ સિગારેટના ભાવ ૧૦ થી ર૦ ટકા વધારવા નિર્ણય કર્યો છે. બજેટમાં સિગારેટ પર વધારવામાં આવેલ ટેકસ બાદ કંપનીએ આ પગલુ ભર્યુ છે. સૌથી વધુ ભાવવધારો નાની અને રેગ્યુલર સાઇઝની સિગારેટમાં કરવામાં આવ્યો છે. કંપનીના વેચાણમાં તેનો સૌથી મોટો હિસ્સો છે.

દેશમાં વેચાતી દર ચાર સિગારેટ ત્રણ સિગારેટ આઇટીસીની હોય છે. કંપનીએ પ્રિમિયમ સેગ્મેન્ટમાં ૧૦ ટકા ભાવ વધાર્યા છે. જયારે ૬૯ મિલિમિટર લંબાઇ ધરાવતી રેગ્યુલર સિગારેટના ભાવમાં ૧૪ થી ૧૬ ટકા ભાવવધારો કર્યો છે.

૬૪ મિલિમીટરથી ઓછી લંબાઇ ધરાવતી સિગારેટ એટલે કે એન્ટ્રી લેવલ સિગારેટના ભાવમાં ૧ર થી ર૦ ટકાનો વધારો કરાયો છે. કિંમતમાં આ વધારો પ્રત્યેક બ્રાન્ડ માટે અલગ અલગ છે. આઇટીસીના એક પ્રવકતાએ અનેક બ્રાન્ડની કિંમતમાં ફેરફાર કરાયો હોવાની વાતને સમર્થન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર ગોડફે ફિલિપ્સ અને વીએસટી ઇન્ડસ્ટ્રી જેવી અન્ય સિગારેટ કંપનીઓ પણ આગામી કેટલાક દિવસોમાં ભાવ વધારનાર છે. બજેટમાં સિગારેટ પર નેશનલ કેલેમિટી કન્ટિજન્ટ ડયુટી (એનસીસીડી) વધારવાની જાહેરાત કરાઇ હતી. હવે સિગારેટ પર ર૧ર ટકાથી ૩૮૮ ટકા વચ્ચે એનસીસીડી લાગુ પડશે.

(4:16 pm IST)