Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

પક્ષના ઉમેદવારોએ હવે ગુનાહિત રેકોર્ડ કરવો પડશે જાહેર

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો : રાજકીય પક્ષે દર્શાવવું પડશે કે ઉમેદવારને ટિકિટ શું કામ આપી?: રાજકીય પક્ષોએ ૭૨ કલાકની અંદર ચુંટણીપંચને આપવો પડે રીપોર્ટ : રાજનીતિનુ આપરાધિકરણ રોકવા કોર્ટનો આદેશ

નવી દિલ્હી તા. ૧૩ : સુપ્રીમ કોર્ટે એક અગત્યના આદેશમાં રાજકીય પક્ષોને કહ્યું કે તેઓ ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડની સાઇટ પર પણ અપલોડ કરે. દેશની સર્વોચ્ચ અદાલતે કડક શબ્દોમાં કહ્યું કે આ આદેશનું પાલન ના કરવા પર કન્ટેમ્પટની કાર્યવાહી કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે ગુરૂવારના રોજ રાજનીતિ ગુનાહિત રેકોર્ડવાળા ઉમેદવારો પર આ મોટો આદેશ આપ્યો. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે પાર્ટીઓ ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડને અખબારો, વેબસાઇટસ અને સોશિયલ સાઇટ્સ પર પ્રકાશિત કરે. તેની સાથે જ પ્રશ્ન એ કર્યો કે આખરે પાર્ટીઓની એવી તે શું મજબૂરી છે કે આ ગુનાહિત પૃષ્ઠભૂમિવાળા ઉમેદવારોને ટિકિટ આપે છે.

તેની સાથે જ પાર્ટીઓને પ્રશ્ન કર્યો કે આખે તેની એવી શું મજબૂરી છે કે તેઓ ગુનાહિત પૃષ્ઠભૂમિના ઉમેદવારોને ટિકિટ આપી છે. રાજકીય પક્ષોએ આવા ઉમેદવારને પસંદ કર્યાના ૭૨ કલાકની અંદર જ ચૂંટણી પંચને અનુપાલન રિપોર્ટ આપવો પડશે જેની વિરૂદ્ઘ ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે. જે ઉમેદવારોની વિરૂદ્ઘ ગુનાહિત કેસ પેન્ડિંગ છે તેમના અંગે જો રાજકીય પક્ષ કોર્ટની વ્યવસ્થાનું પાલન કરવામાં અસફળ રહે છે તો ચૂંટણી પંચ તેને સુપ્રીમ કોર્ટને ધ્યાનમાં લાવશે.

(12:46 pm IST)