Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

દિલ્હીમાં ઘોર પરાજય બાદ

ભાજપે નવેસરથી રણનીતિ ઘડીઃ સંગઠનમાં ફેરફાર કરશેઃ સરકાર વિરોધી માહોલ દુર કરશેઃ નવા સાથી ગોતશે

નવી દિલ્હી,તા.૧૩: દિલ્હી વિધાનસભા ચુંટણીમાં બીજેપીની હારની અસર તેની ભાવી રણનિતી પર પણ પડવા જઇ રહી છે. પક્ષ આવતા બે વર્ષમાં થનારા વિરોધ માટે જયાં તેમની સરકારોમાં જરૂરી પ્રદર્શન કરશે. બીજી બાજુ સંગઠનમાં પણ ફેરફારો કરશે.

તેમની સત્તાવાળા રાજ્યોથી આવી રહેલા વિવિધ ફિડબેકને પક્ષ નેતૃત્વ હવે ખુબ જ ગંભીરતાથી લેશે. કેન્દ્રીય નેતૃત્વએ સંકેત આપ્યા છે કે રાજ્ય સરકારોને સરકાર વિરોધી માહોલ ત્યાં જ ખત્મ કરવામાં આવશે.

કેન્દ્ર તેનો બોજ લઇને ચાલશે નહીં. સૌથી વધુ જોર જુની નેતાઓની વાપસી,રાષ્ટ્રીય જન તાંત્રિક ગઠબંધનની મજબુતી અને તેના વિસ્તાર પર રહેશે. બીજેપી નેતાઓનું માનવું છે કે રાષ્ટ્રીફ સ્તર પર ભાજપનો વિસ્તાર અને કેન્દ્રમાં વધુ તાકાતથી પાછા ફરવા બાદ વિપક્ષ ગેરભાજપા બાદની તરફ આગળ વધી રહ્યું છે. કેટલીક જગ્યાએ પણ જોવા મળ્યું છે કે આ પક્ષોના સમર્થક વર્ગ પણ ઉંડા મતભેદો અને આંતરવિરોધ છતાં ભાજપ વિરૂધ્ધ એક જુથ થયા છે.

એવામાં બીજેપી આવનાર વિધાનસભા ચુંટણીમાં તેમના ગઠબંધનમાં મજબુતી લાવશે. હાલના સહયોગી દળોની સાથે સંવાદ તેમજ સંબંધોને મજબુત કરવામાં આવશે. અને નવા સહયોગીઓને પણ શોધવામાં આવશે.

(11:30 am IST)