Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

દિલ્હીના 70 ધારાસભ્યોમાંથી અડધો અડધ વિરુદ્ધ ગંભીર ક્રિમિનલ કેસ પેન્ડિંગ:એડીઆર

43 ધારાસભ્યોમાંથી 37 વિરુદ્ધ બળાત્કાર, હત્યાનો પ્રયાસ અને મહિલાઓ વિરુદ્ધના ગુના ના કેસ

 

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભામાં ચૂંટાયેલા 70 ધારાસભ્યોમાંથી 37એ જાહેરાત કરી છે કે તેની વિરુદ્ધ ગંભીર ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે. તેમાં હત્યાનો પ્રયત્ન અને બળાત્કાર જેવા આરોપ પણ છે. ચૂંટણી સુધાર માટે કામ કરનારી બિન-સરકારી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ ધારાસભ્યોના એફિડેવિડનો અભ્યાસ કરીને આ જાણકારી આપી છે.

અભ્યાસનું કહેવું છે કે નવા ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલી જાહેરાતના વિશ્લેષણથી ખ્યાલ આવે છે કે તેમાંથી 43 ક્રિમિનલ કેસનો સામનો કરી રહ્યાં છે. આ 43 ધારાસભ્યોમાંથી 37એ જણાવ્યું કે, તેની વિરુદ્ધ બળાત્કાર, હત્યાનો પ્રયાસ અને મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ જેવા ગંભીર ક્રિમિનલ કેસો પેન્ડિંગ છે.

37માંથી 13 ધારાસભ્યોએ મહિલાઓ વિરુદ્ધ ગુના સંબંધિત મામલાની જાહેરાત કરી છે. આ 13માંથી એકે જણાવ્યું કે, તેની વિરુદ્ધ બળાત્કારનો કેસ પેન્ડિંગ છે. પાછલી વિધાનસભામાં 70માંથી 24 ધારાસભ્યો વિરુદ્ધ ક્રિમિનલ કેસો ચાલી રહ્યાં હતા.

(12:26 am IST)