Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

આવકવેરા વિભાગ ટેક્સ પેયર્સના પાન સહિતની માહિતી સેબી સાથે શેર કરશે

શેરબજારની ગરબડીમાં સામેલ લોકોની ઓળખ મેળવવા મળશે મદદ

 

નવી દિલ્હી આવકવેરા વિભાગ પાન સહિત કરદાતાઓને લગતી તમામ માહિતી બજારના નિયમનકાર સેબી સાથે શેર કરશે.તેનાથી સેબીને શેર બજારમાં ગરબડી કરવામાં સામેલ કંપનીઓ સામે તપાસમાં મદદ મળશે એક સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ આ સંદર્ભમાં 10 ફેબ્રુઆરીએ આવકવેરા કાયદાની કલમ 138 (1) હેઠળ આદેશ આપ્યો હતો.

 

સેબીને માહિતી ત્રણ શ્રેણીમાં મળશે આ નિર્ણય અમલમાં મૂકવા અને ડેટાની આપલે, ગુપ્તતા જાળવવા અને ડેટા સાચવવા અને ઉપયોગ પછી તેને સમાપ્ત કરવાના સંદર્ભમાં બંને સંસ્થાઓ ટૂંક સમયમાં સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરી શકે છે.

સીબીડીટીએ જણાવ્યું હતું કે સ્વયંસંચાલિત જાણકારી હેઠળ, શેરબજારમાં હેરાફેરીથી સંબંધિત નિયમોના ઉલ્લંઘન સાથે સંબંધિત તપાસના કેસોની સૂચિ અને સેબી દ્વારા જરૂરી અન્ય કોઈપણ માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે. વિનંતીના આધારે, કર વિભાગ પાન (કાયમી એકાઉન્ટ નંબર) ની માહિતી શેર કરશે. આમાં પાન માટેની અરજી અથવા તેની બનાવટની તારીખ, પિતા અથવા પતિનું નામ, ફોટોગ્રાફ્સ વગેરે શામેલ છે

(12:04 am IST)