Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

કાળા નાણા વિરૂદ્ધ આઇટીની ઝુંબેશઃ દુબઇમાં સંપતિ રાખવાવાળા ર૦૦૦ લોકો ઓળખાયાઃ નાણા વિરૂદ્ધ ઇનકમ ટેકસની મોટી કાર્યવાહી

         આયકર વિભાગના  આપરાધિક તપાસ પ્રકોષ્ઠએ ર૦૦૦  ભારતીય નાગરિકોની ઓળખ કરી છે જેમની પાસે દુબઇમાં સંપતિઓ છે પણ એમને પોતાના આઇટી રીટર્નમા  આની ઘોષણા નથી કરી કાળાધન વિરૂધ્ધ જારી ઝુંબેશને લઇ એજન્સીએ આ કદમ ઉઠાવ્યા છે. એજન્સીની જાણકારી મુજબ થોડા લોકોએ હાલના વર્ષોમા  વિદેશમાં સંપતિઓ ખરીદી અને શેલ કંપનીઓને ટ્રાન્સફર કરી આ ખોટી રીતથી કમાયેલા પૈસાને છૂપાવ્યા રાખવા અને ઇન્કમટેકસ બચાવવાના હેતુથી આ કર્યુ.

         મોટા પાયે ટેકસ ચોરી કરવી અને કાળુ ધન વિદેશમાં ખપાવનારા સામે આયકર વિભાગએ કમર કસી છે. કાળાધન માટે દૂબઇ સૌથી નજીક અને પસંદગીની જગ્યા છે.  જે ર૦૦૦ લોકો અને કંપનીઓની ઓળખ થઇ છે એમાં ઘણા વેપારી ટોપ પ્રોફેશ્નલ સરકારી અધિકારી પણ સામેલછે.

         આયકર વિભાગએ બ્લેક મની કાયદાને લઇ  આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરશે. આયકર કાનૂન સેકશન એફ.એ. (વિદેશી સંપતિ) મુતાબિધ વાર્ષિક આઇ.ટી. રીટર્નન ભરતા સમયે દેશની બહાર ખરીદાયેલ સંપતિઓ સંશાધનો અને કંપનીઓની જાણકારી આપવી જરૂરી છે.

(11:36 pm IST)