Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

કેરળમાં ચર્ચએ કરાવ્યા કેન્સર પીડિત હિન્દુ વર્કરની પુત્રીના લગ્ન

             કેરળના અડૂરમા  આવેલ શ્રી પાર્થસારથી મંદિરમાં સોમવારના એક જરુરિયાતમંદ હિંદુ પરિવારની એક ર૭ વર્ષની પુત્રીના લગ્ન  કરાવ્યા. આમા અહીંના એક ચર્ચએ મદદ કરી. એઝમ કુલમના થેપુપારામા  રહેનાર કાર્તિકેયન અને કુંજી પેનુની મોટી પુત્રીના લગ્ન નુરાનદના યશોધરનના પુત્ર રંજીત સાથે થયા હતા.

         મીડિયા રીપોર્ટસ અનુસાર કાર્તિકેયનનો પરિવાર રબરના ખેતરમા કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવતો હતો. ગયા વર્ષે  મોઢાનું કેન્સર થવાથી પરિવારની આર્થિક સ્થિતી  ખૂબજ નબળી થઇ ગયેલ. સારવાર હજુ પણ તિરૃઅનંતપુરમની મેડિકલ કોલેજમા ચાલી રહી છે.  આવામા પરિવાર માટે પુત્રીના લગ્નનો ખર્ચ ઉઠાવવો આસાન ન હતો. આ માટે ચર્ચની મદદ મા઼ગવામા આવી.

(11:14 pm IST)