Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

દિલ્લી ચૂ઼ટણીઓમા બીજેપીને મળેલી હળહળતી હારનીઅધ્યક્ષ જે.પી. નડ્ડાએ કરી સમીક્ષા

         દિલ્લી જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પુરી તાકાત લગાવી દીધી હતી. આ પછી પણ દિલ્લીમાં બીજેપી ૮ સીટો પર અટકી ગઇ હવે આ હારની સમીક્ષા મો બીજેપીના નવા  રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આજે ફેબ્રુ. ૧ર બુધવારની સાંજે એક બેઠક બોલાવી હતી. નડ્ડાએ આ બેઠકમા  બીજેપીની હારના મુખ્ય કારણો પર ચર્ચા કરી છે.

         ર૦૦ થી વધારે સાંસદ, બીજેપીના લગભગ બધા મુખ્યમંત્રીઓ અહીં રેલી કરી દિલ્લીવાસીઓને મતની અપીલ કરી અહી સુધી કે બીજેપીના ચાણકય મનાતા અમિત શાહ એ સ્વયં ૧૦પ કાર્યક્રમો દિલ્લીમાં કર્યા. આટલા મોટા પદ પર રહેવા છતાં પણ શાહએ  એક આમ કાર્યકર્તાની  જેમ ઘરે-ઘરે જઇ પત્રિકા પણ વહેંચી  આ પછી પણ દિલ્લીવાસીઓના દિલમાં બીજેપી જગ્યા કેમ ન બનાવી શકી. આના માટે આજે નડ્ડાએ બેઠક બોલાવી છે.

 

(11:01 pm IST)