Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

સીએએ- એનઆરસી વિરૂદ્ધ કન્હૈયાની યાત્રા પર બે અઠવાડિયામાં સાત વખત હીચકારા હુમલાઃ સમર્થકોએ બીજેપી પર લગાવ્યો આરોપ

      જેએનયુ વિદ્યાર્થી સંઘના પુર્વ અધ્યક્ષ અને સીપીઆઇ નેતા કન્હૈયા કુમાર આ દિવસોમાં  સંશોધિત નાગરિકતા કાનુન વિરૂદ્ધ બિહારમાં જન ગણ મન યાત્રા ચલાવી રહ્યા છે. આ યાત્રા ર૯ ફેબ્રુઆરીના પરનાના ગાંધી મેદાનમાં એક વિશાળ જનસભા સાથે સમાપ્ત થશે. આ વચ્ચે મંગળવારના ગયામા એક વખત ફરી એમની યાત્રાના કાફલા પર હુમલો થયો. આ દરમ્યાન કાફલામાં સામેલ કોંગ્રેસના એક ધારાસભ્યની કાર પર હુમલો કરી તોડફોડ કરી.

        જનગણમન યાત્રાના આયોજકોના અનુસાર ગયામાં થયેલ આ સાતમો હુમલો છે જે સંદિગ્ધ બીજેપી કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો. કન્હૈયાના સમર્થકોના જણાવ્યા અનુસાર રાજય સ્તરીય જનગણમન યાત્રાને હજુ બે અઠવાડિયા થયા છે.  પણ આ દરમ્યાન બિહારના વિભિન્ન જિલ્લામાં યાત્રાના કાફલા પર સાત વખત હુમલા થઇ ચુકયા છે.

        મંગળવારના કન્હૈયા ગયાની શેરધાટીમા એક રેલીને સંબોધિત  કરવાના હતા જો કે રેલી મેદાનમા  પહોંચતા  પહેલા તેના કાફલા પર મોટર સાયકલ સવારોના એક સમૂહએ એમના વાહનો પર હુમલો કરી દીધો. જો કે આ ઘટનામાં કોઇ ઘાયલ નથી થયુ. આ મામલે પોલીસે ફરિયાદ થઇ છે.

 

(12:00 am IST)