Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

`રસોઇ ગેસના સિલીન્ડરની વધેલ કિંમતો પર કોંગ્રેસનો પ્રહારઃ કહ્યું મોદી સરકારએ જનતાના બજેટ પર કરંટ લગાવ્યો

       કોંગ્રેસએ રસોઇ ગેસની કીંમતમા થયેલા વધારાને લઇ બુધવારના નરેન્દ્ર મોદી  પર નિશાન શાધતા કહ્યું કે આ સરકારએ જનતાના ખીસ્સા પર કરંટ લગાવી દીધો છે પાર્ટીના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ એમ પણ કહ્યું કે સરકાર રસોઇ ગેસની કીંમતમા થયેલા વધારાને પરત લઇ લ્યે અને કાચા તેલના ભાવમાં થયેલ ઘટાડાનો ફાયદો દેશની જનતાને પ્રદાન કરે. એમણે સંવાદદાતાઓને કહ્યું કે મોદી સરકારએ રસોઇ ગેસની કીંમત ૧૩૩ રૂપિયા વધારી દીધી છે. દિલ્લી ચૂંટણી દરમ્યાન અમીત શાહએ કરંટ લગાડવાની વાત કરી હવે જનતાના ખીસ્સા પર કરંટ લગાવી દીધો છે.

        સુરજેવાલાએ કહ્યું દેશમાં પ્રતિ ઉપભોકતચા ૧ર સિલીન્ડરની વાર્ષિક ખપતના આધાર પર હીસાબ લગાવીએ તો મોદીજીએ આ વૃદ્વિથી  જનતાના ખીસ્સામાંથી ૪૩પ૬ર કરોડ  રૂપિયા કાઢી લીધા. આને કહે છે મોદીજીનો કરંન્ટ આનાથી મહિલાઓના બજેટપર ગ્રહણ લાગ્યું છે.

(12:00 am IST)