Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલને દિલ્હી કોંગ્રેસ પ્રભારીનો વધારાનો ચાર્જ સોંપતા સોનિયા ગાંધી

પીસી ચાકોએ રાજીનામુ આપતા દિલ્હીનો ચાર્જ શક્તિસિંહ ગોહિલને મળ્યો: ભાવનગરના નેતા બબ્બે રાજ્યોના પ્રભારી

નવી દિલ્હી : ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલને દિલ્હી કોંગ્રેસના પ્રભારીનો વધારાનો ચાર્જ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોંપ્યો છે દિલ્હીના પીસી ચાકોએ રાજીનામુ આપતા દિલ્હીનો ચાર્જ શક્તિસિંહને મળ્યો છે .શક્તિસિંહ હાલમાં બિહારના પ્રભારી છે સાથે દિલ્હી પણ સંભાળશે

ભાવનગરના કોઈ નેતાને બબ્બે રાજ્યોના પ્રભારી રાષ્ટિય કક્ષાએ નિયુક્ત કરાયા હોય તેવી પ્રથમ ઘટના છે આ અગાઉ  ભાવનગરના સાંસદ રાજુભાઈ રાણા ઝારખંડના પ્રભારી રહી ચુક્યા છે

(12:00 am IST)