Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

હવે રેલવે વિભાગ ડિસેમ્બરમાં આપશે ઝટકો : ભાડામાં 20 ટકા વધારો ઝિંકવા ઘડાયો પ્લાન

મુસાફરોના ભાડામાં વધારો તમામ કેટેગરીની ટિકિટ માટે લાગુ કરાશે

નવી દિલ્હી : ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં રેલ ભાડા વધારો થવાની જાહેરાત કરવામાં આવે તેવી શક્યાતાઓ છે. મુસાફરોના ભાડામાં વધારો તમામ કેટેગરીની ટિકિટ માટે હશે. મુસાફરોનું ભાડુ બંને અનામત અને બીન અનામત વર્ગની ટિકિટો પર લાગુ થશે.

 રેલ ભાડુ વધારવા માટે પાછલા ઘણાં વર્ષોથી ભારે હોબાળો મચ્યો છે. સંસદીય સમિતિએ પણ રેલવેને મુસાફરોના ભાડામાં વધારો કરવા સૂચન છે. સંસદીય સમિતિએ સ્પષ્ટ કહ્યું હતું કે મુસાફરોના ભાડાને તર્કસંગત બનાવવો જોઈએ. પરંતુ રેલવે બોર્ડ ભાડુ વધારવામાં અસમર્થ હતું, રેલવેની ખર્ચ ભલે તે ડીઝલ હોય કે વીજળી, તેમાં સતત વધારો થવા લાગ્યો હતો. સતત ખર્ચને કારણે રેલ્વેનું પરિચાલન રેશિયો પણ વધી રહ્યો છે.આ જ કારણથી, રેલવે મંત્રાલયે તેના આર્થિક સ્વાસ્થ્યને સુધારવા માટે મુસાફરોનું ભાડું વધારવાનું મન બનાવ્યું છે.

   રેલવેના મુસાફરોનું ભાડુ વધારવાનો ઉદેશ ખર્ચને પહોચી વળવોનો જ છે.ખર્ચના પ્રમાણમાં ભાડુ વધારવું જોઈએ જેથી તે તર્કસંગત છે.

  સૂત્રોના જણાવ્યા અનુસાર, રેલ્વે બોર્ડ પણ મુસાફરોનું ભાડુ વધારવા માટે અનેક બિંદુઓ પર કામ કરી રહ્યું છે જેથી સમાન વર્ગના મુસાફરોને વેતનનો ભાર સહન ન કરવો પડે. આ માટે રેલ્વે બોર્ડ ઉપનગરીય ટ્રેનો અને મેઇલ એક્સપ્રેસ ટ્રેનોના ભાડા સમાનરૂપે વધારવાનો વિચાર કરી રહ્યું છે. આ ભાડા વધારાની કવાયતમાં અનરક્ષિત અને અનામત ટિકિટોનો એસી વર્ગ અને સ્લીપર ક્લાસ ભાડું પણ શામેલ છે

(8:21 pm IST)