Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

બાંગ્લાદેશ બોર્ડેર પરથી બચાવેલ ગૌવંશનો બનાસકાંઠાની પાંજરાપોળમાં નિભાવ કરાશે

જિલ્લાની તમામ પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોની મિટિંગમાં લેવાયો નિર્ણય

ડીસા તાલુકના ટેટોડા રાજારામ ગૌશાળા આશ્રમ ખાતે બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામ પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોની મિટિંગ હતી.મિટિંગમાં જિલ્લાના તમામ ગૌશાળા પાંજરાપોળોના સંચાલકો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 કાર્યક્રમની શરૂઆતમાં દિયોદરના જયંતીભાઈ શાહે ગો સેવા આયોગની વિવિધ યોજનાઓ થી પાંજરાપોળના સંચાલકોને માહિતગાર કર્યા હતા અને યોજના ઓનલાઈન ફોર્મ દિયોદર ખાતેની તેમની ઓફિસથી online ભરવા માટે તમામ પાંજરાપોળના સંચાલકોને વિનંતી કરી હતી.આ પ્રસંગે જિવદયા પ્રેમી ભરત કોઠારીએ કહ્યુ હતું કે, સરકાર દ્વારા નિભાવ માટે આપવામા આવતા પશુઓ સૌ ગૌશાળા પાંજરાપોળને સ્વિકારવા વિનંતિ કરી હતી.

   આ ઉપરાંત તમામ ગૌશાળા પાંજરાપોળના સંચાલકોએ અન્ય રાજ્યોમાં મળતી સબસિડી મુજબની ફોર્મુલ્યા પ્રમાણે ગુજરાત સરકાર પાસે સબસિડી ચુકવવા માંગ કરી હતી. આ સાથે સાથે પશુઓના નિભાવ માટે સરકાર પાસે માંગણી મુકી હતી તેમજ પશ્ચિમ બંગાળની બાંગ્લાદેશ બોર્ડેર ઉપરથી કતલખાને જતા બચાવેલ તમામ ગૌવંશને બનાસકાંઠા જિલ્લાની પાંજરાપોળમાં ગૌવંશને કંકુ તિલક કરીને નિભાવ કરવાની પણ સર્વસમંતિથી તૈયારી દર્શાવી હતી

(7:19 pm IST)