Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

હજયાત્રાની સંપૂર્ણ પ્રક્રિયાને ડીજીટલ બનાવનાર ભારત પહેલો દેશ

ઓન લાઇન અરજી, ઇ- વીઝ, હજ મોબાઇલ એપ, ઇસામાન ટેગીંગ જેવી સુવિધાઓ અપાશે

નવી દિલ્હી,તા.૨: હજયાત્રાની સંપૂર્ણ પ્રક્રિયાને ડીજીટલ બનાવનાર ભારત વિશ્વનો પહેલો દેશ બની ગયો છે. લઘુમતિ બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ આજે જીદ્દારમાં ભારત અને સઉદી અરબ વચ્ચે આવતા વર્ષે હજયાત્રા માટેની દ્વિપક્ષીય સમજુતી પર હસ્તાક્ષર કરતા આ વાત કહી હતી.

નકવીએ કહ્યું કે એક ઓન લાઇન અરજી,ઇ-વીઝા હજ મોબાઇલ એપ, ઇમસીહા આરોગ્ય સુવિધા, ઇ-સામાન પ્રી ટેગીંગ દ્વારા ભારતમાં જ મક્કા અને મદીનામાં રેહઠાણ અને પરિવહન સંબંધી બધી માહિતી ૨૦૨૦માં હજ માટે જનારા ૨ લાખ હજયાત્રીઓને આપવાની સગવડ કરવામાં આવી છે.

આ દ્વિપક્ષીય સમજુતી પર ભારત તરફથી મુખ્તાર અબ્બાસ નકવી અને સઉદી અરબ તરફથી હજ અને ઉમરા બાબતોના પ્રધાન મોહમ્મદ સાલેર બિન તાહેર બેંતેને હસ્તનક્ષર કર્યા હતા.

નકવીએ કહ્યું કે હજયાત્રીઓને તેમના સામાન માટે ડીજીટલ પ્રીટેગીંગની સુવિધા પહેલી વાર અપાઇ રહી છે. આનાથી ભારતીય હજયાત્રીઓને સાઉદી અરબ પહોંચ્યા પહેલા જ ત્યાં અપાયેલ રહેઠાળ અને પરિવહન સવલતોની બધી માહિતી ભારતમાં જ મળી જશે. આ વર્ષે હજની સંપૂર્ણ પ્રક્રિયા અંગેની માહિતી આપવા માટે હજ હાઉસ મુંબઇમાં ૧૦૦ ફોન લાઇન વાળુ સુચના કેન્દ્ર પણ બનાવાયું છે.

હજ ગ્રુપ ઓર્ગેનાઇઝર્સના નામથી એક પાર્ટલ પણ ડેવલોપ કરવામાં આવ્યું છે. જેમાં હજયાત્રા પેકેજ અંગેની સંપૂર્ણ માહિતી અપાઇ છે.

(3:38 pm IST)