Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ટેરર ફંડીંગ કેસમાં ૭ ડીસેમ્બરે હાફીઝ સઇદ સામે સુનાવણી

લાહોરની આતંકવાદ વિરોધી કોર્ટમાં ચાલશે કેસ

લાહોરઃ મુંબઇ આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ અને પ્રતિબંધિત જમાત ઉદ્દ દાવાના ચીફ હાઇઝ સઇદ ઉપર લાહોરની આતંકવાદ વિરોધી કોર્ટમાં આતંકી ભંડોળ બાબતે કેસ ચાલશે. તેમ એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.

લાહોરમાં એક આતંકવાદ વિરોધી કોર્ટમાં ૭ ડીસેમ્બરે સઇદ અને તેના સાથીદારો સામે ટેરર ફન્ડીંગ અંગે સુનાવણી થશે. કોર્ટના એક અધિકારીએ કહ્યું હતું કે એટીસી જજે બંન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા પછી હવે સુનાવણી માટેની તારીખ ૭મી ડીસેમ્બર આપી છે. તેણે કહ્યું હતું કે પબ્લીક પ્રોસીકયુટર અબ્દુર રઉફ ભટ્ટીએ કોર્ટને વિનંતી કરી હતી કે આ કેસની રોજે રોજ સુનાવણી થવી જોઇએ જેથી તેનો ચૂકાદો ઝડપથી આવી શકે પણ હાફીઝના વકીલોએ તેનો વિરોધ કર્યો હતો.

સઇદને કોટ લખપત જેલમાંથી કોર્ટમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવ્યો હતો કોર્ટની કાર્યવાહીના કવરેજ માટે પત્રકારોને કોર્ટમાં પ્રવેશ નહોતો અપાયો.

પંજાબ પોલિસના કાઉન્ટર ટેરરીઝય ડીપાર્ટમેન્ટ સઇદ અને તેના સાથીદારો સામે પંજાબ પ્રાંતના વિવિધ શહેરોમાં ટેરર ફીંડીગ અંગે ૨૩ એફઆઇઆર નોંધી હતી અને ૨૭ જુલાઇએ તેની ધરપકડ કરી હતી. આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણ પછી ટેરર ફંડીગ અંગે આતંકવાદી સંસ્થાઓ લશ્કર-એ-તૈદ્રબા,જમાત ઉદ્દ દાવા અને તેની ચેરીટી વીંગ ફલાહ એ ઇન્સાનિયત સામે તપાસ ચાલુ કરી હતી.

(3:38 pm IST)